આપમાંથી રાજીનામું આપનારા વિજય સુવાળા અને મહેશ સવાણી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગરીબો માટે કામ કરી રહી છે, કામની રાજનીતિ સિવાય બીજું કશું નથી કર્યું.
પાર્ટી છોડનારા બંનેએ જેટલો સાથ આપ્યો તે માટે ધન્યવાદ. ભાજપની તમામની સામે સામ દામ દંડ ભેદની નીતી રહી છે. ઈસુદાન ગઢવીએ ભાવુક થઈને માં મોગલના સોગંદ ખાધા.અમે ગુજરાતના ગરીબો માટે લડવા નીકળ્યાં છીએ.
ઇસુદાન ગઢવીએ કહ્યું સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને ખોટા દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ સારી અને ઉત્મ વ્યવસ્થા માટેની છે. ભાજપે 6000 જેટલી સ્કૂલો બંધ કરી છે.
પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ આસીત વોરાનું રાજીનામું નથી લેવાયું. મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો. છતાં ભાજપે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ ગયું છે.
જો કે એક પછી આ ઘટનાઓ પછી ઇસુદાન ગઢવીએ ફેસબુક લખ્યું હતું કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલ કૂટનીતિઓ ખુલ્લી પડશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાનાં કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત પ્રોબ્લેમને લીધે ગયા છે