ઇરાકમાં યુએસ આર્મી બેઝ પર રોકેટ હુમલો, ઈરાન પર બેલેસ્ટિક મિસાઈલ છોડવાનો આક્ષેપ…

ઉત્તરી ઇરાકમાં યુએસ આર્મી બેઝ પર રવિવારે રોકેટ હુમલા થયા હતા. તેના દ્વારા ઇરબિલમાં યુએસ આર્મી બેઝ અને કુર્દિશ ન્યૂઝ ચેનલની ઓફિસને નિશાન બનાવવામાં આવી હતી. ઈરબિલના ગવર્નર ઓમાદ ખોશનવીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે રવિવારે ઓછામાં ઓછી પાંચ “ઈરાની બેલિસ્ટિક મિસાઈલો” એ હુમલો કર્યો હતો.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિસાઈલોનું લક્ષ્ય શું હતું. આ હુમલાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરબિલમાં અમેરિકી સૈન્ય મથક પર ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

અમેરિકી અધિકારીઓએ બાદમાં પુષ્ટિ કરી કે હુમલામાં કોઈ સૈન્ય જાનહાનિ થઈ નથી. હુમલા વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરબિલમાં યુએસ સૈન્ય મથક પર ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી.

Leave a Comment