વાણિજ્ય દૂતાવાસમાં ઇરાક 12 મિસાઇલો છોડી, યુએસ ઈન્સ્ટોલેશન પર 12 શોર્ટ રેન્જ મિસાઈલોથી હુમલો…

રવિવારે ઇરાકમાં યુએસ વાણિજ્ય દૂતાવાસ તરફ લગભગ 12 મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી ઘણી દૂતાવાસની ઇમારત પર પડી હતી. આ હુમલાઓમાં હજુ સુધી કોઈપણ અમેરિકન સૈનિકના જાનહાનિના અહેવાલ નથી. અમેરિકાનું કહેવું છે કે આ મિસાઈલો ઈરાન તરફથી છોડવામાં આવી છે.

 

ઈરાકી સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ઈરાકના ઈરબિલમાં યુએસ ઈન્સ્ટોલેશન પર 12 શોર્ટ રેન્જ મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે. આ મિસાઈલો ઈરાનના નજીકના શહેરમાંથી છોડવામાં આવી છે. આ હુમલામાં કોઈનું મોત થયું હોવાનું કહેવામાં આવ્યું નથી. જો કે, યુએસ વાણિજ્ય દૂતાવાસની નજીક સ્થિત ન્યુઝ ચેનલ કુર્દીસ્તાન 24 એ હુમલા પછી તરત જ સમાચાર પ્રસારિત કર્યા. આ દરમિયાન ચેનલના સ્ટુડિયોના ફ્લોર પર તૂટેલા કાચ અને કાટમાળ જોવા મળ્યો હતો.

Leave a Comment