પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે સવાલો ઉઠી રહ્યા છે કે જો ઈમરાન ખાન પીએમ પદ પરથી રાજીનામું આપે છે તો દેશના આગામી વડાપ્રધાન કોણ હશે. દરમિયાન, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ,આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવ્યો હતો. વિપક્ષ દ્વારા પાકિસ્તાનના આગામી પીએમના નામની જાહેરાત કરવામાં આવી છે.
બિલાવલ ભુટ્ટોએ બુધવારે કહ્યું કે ઈમરાન ખાન સરકારે નેશનલ એસેમ્બલીમાં બહુમતી ગુમાવી દીધી છે અને હવે ટૂંક સમયમાં વિપક્ષના નેતા શહેબાઝ શરીફ દેશના આગામી વડાપ્રધાન બનશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના થોડા દિવસો પહેલા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ઇમરાન ખાને વિપક્ષ સાથે આવવા બદલ સરકારમાં સહયોગી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનનો આભાર માન્યો હતો.
તે જ સમયે, બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પીએમ ઈમરાન ખાને બહુમતી ગુમાવી દીધી છે, તેથી ગુરુવારે ગૃહમાં મતદાન થવું જોઈએ. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ જ પારદર્શી ચૂંટણી, લોકશાહીની પુનઃસ્થાપના અને આર્થિક સંકટનો અંત લાવવા પર કામ શરૂ થઈ શકશે
શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. તેઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલમાં નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે. આ સિવાય શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ પણ છે.
નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ ત્રણ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. નવાઝ શરીફને પદ પરથી અયોગ્ય ઠેરવ્યા બાદ 2018માં શાહબાઝ શરીફને પાકિસ્તાન મુસ્લિમ લી-નવાઝના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.