જો ઈમરજન્સી નંબર પર કોલ કરવામાં આવે તો ફોન કરનાર વ્યક્તિ મુશ્કેલીમાં હોય શક્યતા છે. કલ્પના કરો કે જો કોઈ ઈમરજન્સીમાં ઉપયોગમાં લેવાતા નંબર પર ફોન કરે અને પિઝા-બર્ગર માંગવાનું શરૂ કરે તો ઓપરેટર ગુસ્સે થઈ જશે. જો કે, એક બ્રિટિશ ઈમરજન્સી સર્વિસ ઓપરેટર આ બાબતે ગુસ્સે થયા નહિ અને સામેથી કોલ કરનાર યુવતીના દિલની વાત સમજી ગયા.
ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ જોખમમાં હોય અને ઈમરજન્સી નંબર પર કોલ કરીને પોતાની સમસ્યા જણાવે છે. વિચારો કે જો કોઈ એવી પરિસ્થિતિ હોય કે તમારા મનની વાત કરવામાં જોખમ હોય તો શું કરવું જોઈએ? બ્રિટનમાં એક છોકરી સાથે પણ આવું જ થયું અને તેણે ઇમરજન્સી નંબર પર ફોન મૂક્યો પણ સામેથી પિઝા મંગાવવાનું શરૂ કર્યું
મહિલા બોલતી રહી ત્યાં સુધી, પોલીસે ઓનલાઈન ટ્રેકર પરથી બસને ટ્રેસ કરી અને ત્યાં એક ટીમ મોકલી. ત્યારબાદ યુવતીને ધમકી આપનાર 40 વર્ષીય આધેડની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા આ વ્યક્તિને છોડી દેવામાં આવ્યો હતો
મહિલાને સુરક્ષિત ઘરે લઈ જવામાં આવી હતી. નોર્થ યોર્કશાયર પોલીસ વતી ટ્વિટર પર આ ઘટનાને શેર કરતા કહેવામાં આવ્યું છે કે ‘પીઝા ઓર્ડર કરવા માટે કૉલ મદદ માટે વિનંતી હોઈ શકે છે’.