ચાર દિવસમાં ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાની આ ચોથી ઘટના, સરકારે લીધો આ નિર્ણય, શું ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવું જોઈએ?…

ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટર S1 Pro (Ola ઈલેક્ટ્રિક સ્કૂટર ફાયર) અને ઓકિનાવાના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગ્યાના એક દિવસ બાદ બીજી કંપનીના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાના વીડિયોમાં લાલ રંગનું ઇલેક્ટ્રિક સ્કૂટર જોવા મળે છે. પ્યોર કંપનીના સ્કૂટરમાં આગ લાગી છે.

આ ઘટના તમિલનાડુની રાજધાની ચેન્નાઈની છે, જ્યાં હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ Pure EV દ્વારા બનાવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રિક વાહનોમાં વારંવાર આગ લાગવાની આ ઘટનાઓએ ઈવી અને તેના વપરાશકારોની સલામતી અંગે ચિંતા ઊભી કરી છે.

પ્યોર ઈવીના સ્કૂટરમાં આગ લાગવાની ઘટના ચેન્નઈના રહેણાંક વિસ્તાર મંજમપક્કમમાં માથુર ટોલ પ્લાઝા પાસે બની હતી. 26 સેકન્ડના આ વીડિયોમાં લાલ રંગનું ઇલેક્ટ્રિક સ્કૂટર રોડની બાજુમાં આગની જ્વાળાઓ સાથે ઊભું જોઈ શકાય છે. આ વીડિયો ETAutoના પત્રકાર સુમંત બેનર્જીએ ટ્વિટર પર શેર કર્યો છે.

ચાર દિવસમાં ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે. હવે આ ઘટનાઓને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ઘણા નિષ્ણાતો કહે છે કે જો લિથિયમ-આયન બેટરીના ઉપયોગમાં કોઈપણ પ્રકારની ભૂલ થાય છે, તો તેમાં આગ લાગવાની સંભાવના ઘણી હદ સુધી હોય છે. હાર્ડવેરથી સોફ્ટવેરના સ્તરે પણ ખામી આવી શકે છે. જો સૉફ્ટવેર યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં ન આવ્યું હોય તો તે કિસ્સામાં પણ બેટરીમાં આગ લાગી શકે તેવી ઘણી સંભાવના છે.

ઈલેક્ટ્રિક વાહનો પહેલા આ બેટરીનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, સ્માર્ટફોન વગેરેમાં થતો હતો અને સ્માર્ટફોનમાં વિસ્ફોટ, આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

હવે સરકારે પણ આ ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ઓલા ઈલેક્ટ્રિક અને ઓકિનાવા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓની તપાસના આદેશ આપ્યા છે. મંત્રાલયે આ ઘટનાઓની તપાસ કરવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) સેન્ટર ફોર ફાયર એક્સપ્લોસિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી (CFEES) નો પણ સંપર્ક કર્યો હતો. તપાસમાં આ ઘટનાઓ પાછળ કોઈ માળખાકીય ખામી છે કે કેમ તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

Leave a Comment