ઇબ્રાહિમ કાદરી ને આજે લોકો શાહરુખ ખાન ના ડુબલીકેટ તરીકે ઓળખે છે. તેમની તીવ્ર ઈચ્છા છે કે એક દિવસ શાહરુખ ખાન સાથે મુલાકાત અવશ્ય થાય. તેમની આશા છે કે તે એક દિવસ શાહરૂખ ખાનને જરૂર મળશે. જ્યારે તે નાના હતા ત્યારે તેમના પરિવાર અને તેમના મિત્રો એમને શાહરુખ ખાન કહીને બોલાવતા હતા. ઇબ્રાહિમ કાદરી નું કહેવું છે કે તેના દેખાવથી બીજા લોકો ખૂબ જ વધુ પ્રભાવિત થઈ જતા હતા.
ઇબ્રાહિમ કાદરી કહે છે કે મારા પિતા ખૂબ જ ગર્વ કરતા હતા અને તે કહેતા હતા કે તેમનો દીકરો શાહરુખ ખાન જેવો દેખાય છે. જે સમગ્ર દેશમાં સૌથી નામચીન હીરો માં પ્રથમ કક્ષાએ આવે છે. જ્યારે તે કિશોરાવસ્થામાં હતો ત્યારે તેણે આ વાત ઉપર કોઈ ધ્યાન આપી ન હતું પરંતુ તે મોટો થયો ત્યારે તેની આ વાત ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું હતું. શાહરૂખ ખાનની જેમ જ ઇબ્રાહિમ ને પણ ખૂબ જ પ્રેમ મળ્યો છે. તેમજ કેટલાક લોકો ઇબ્રાહિમ સાથે સેલ્ફી લઈને શાહરૂખ ખાન ને ટેગ કરતા હતા.
ઈબ્રાહીમ નું કહેવું છે કે જ્યારે તે સ્ટેડિયમમાં મેચ જોવા માટે જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેમને સેલ્ફી લેવા માટે જણાવ્યું હતું. આઈપીએલ મેચ દરમિયાન તમને ખૂબ જ પ્રેમ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને પોતે બાદશાહ હોય તેવું ફીલ થવા લાગ્યું હતું. ત્યારબાદ ઈબ્રાહીમ કાદરી ખૂબ જ ફેમસ થઈ ચૂક્યો હતો.
ઇબ્રાહિમ જણાવે છે કે તે શાહરૂખ ખાન જેવો દેખાવા માટે શાહરૂખ ખાનની કોપી કરવા લાગ્યો હતો અને જેવા કપડાં પહેરવા લાવ્યો હતો જેથી તે સાચો શાહરુખ ખાન જેવો લાગી શકે.
ઇબ્રાહિમ જણાવ્યું છે કે તેના દેખાવના કારણે તેને અલગ અલગ પાર્ટીઓમાં તેમજ લગ્ન પ્રસંગમાં બોલાવવામાં આવ્યો હતો જ્યારે તે કોઈ પાર્ટીમાં જતો ત્યારે તેની આજુબાજુ ખૂબ જ ભીડ જોવા મળતી હતી.
આ વાતથી એ સાબિત થાય છે કે શાહરુખ ખાન કરતા ઈબ્રાહીમ ખૂબ વધુ મજા લઇ રહ્યો છે અને એક સારી જિંદગી પસાર કરી રહ્યો છે.