ઈ મેમો ઘરે ના આવે તેનાથી બચવા માટે લોકો અનેક જુગાડ, આવો જુગાડ કરીને જાણે મહિલાઓ પ્રસાસનને પડકાર…

જ્યારે પણ વાહન લઈને આપણે રસ્તા પર જતાં હોઈએ અને એમાં પણ જો જોડે લાયસન્સ કે પછી બીજા જરૂરી કાગળ ના હોય ત્યારે સતત મનમાં એક જ પ્રાર્થના કરતાં હોઈએ કે આગળ કોઈ ટ્રાફિક પોલીસ ના મળી જાય. હવે તો પાછું હમણાંના જો કોઈ પોલીસ તમને રસ્તા પર ના દેખાય અને તમે સ્પીડ લિમિટ કે પછી સિગ્નલ પર ના ઊભા રહો તો મેમો ઘરે આવી જાય અને એ તમારે ભરવો જ પડે એવું શરૂ થઈ ગયું છે.

 

હવે આ ઈ મેમો ઘરે ના આવે તેનાથી બચવા માટે લોકો અનેક જુગાડ કરતાં હોય છે. એક રિસર્ચ પ્રમાણે આવા બધા જુગાડ કરવામાં અમદાવાદની પબ્લિક ખૂબ હોશિયાર છે. ઘણા લોકો હોય છે જે પોતાના વાહનની નંબર પ્લેટ વાળી દેતા હોય છે તો ઘણા લોકો આ વાહન નંબરમાંથી અમુક અક્ષર ગાયબ કરી દેતા હોય છે. આવું એટલા માટે કે સીસીટીવીમાં તેમના વાહનનો નંબર પકડાય નહીં અને ઈ મેમો ઘરે આવે નહીં.

 

આજ સુધી તમે નંબર પ્લેટ વાળી દેવી, નંબર પ્લેટ તોડી નાખવી અને બીજા અનેક જુગાડ સાંભળ્યા હશે પણ હવે આ મેદાનમાં મહિલાઓ પોતાનો એક નવો ઉપાય લઈને કૂદી ગઈ છે. મહિલાઓ પોતાના વાહનના ઈ મેમો ના આવે તેની માટે પોતાના પર્સથી નંબર પ્લેટ છુપાવી દે છે. તમને જણાવી દઈએ કે તૂટેલી નંબર પ્લેટ, વાળેલી નંબર પ્લેટ કે પછી અક્ષર ગાયબ કરેલ નંબર પ્લેટ પર તો ટ્રાફિક પોલીસ ધ્યાન રાખી રહી છે. પણ આ મહિલાઓ કે જે પર્સથી નંબર ઢાંકી દે છે તેમની પર કોઈ કાર્યવાહી થતી નથી.

 

આવો જુગાડ કરીને જાણે મહિલાઓ પ્રસાસનને પડકાર કરી રહી હોય એવું લાગે છે જાણે કે કહેતી હોય હવે મોકલો ઈ મેમો. હવે જોવું રહેશે કે સરકાર કે ટ્રાફિક પોલીસ આ પર શું કાર્યવાહી કરે છે. વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે. અમારું પેજ જરૂર લાઇક કરજો.

Leave a Comment