હોટેલ માં ચાલતી બેદરકારી અને તેના દ્વારા  છુપાવામાં આવતી ખાસ બાબતો વિશે જાણો..

હોટલોમાં ખાદ્ય પદાર્થો બનાવવામાં વપરાતી ઘણી ચીજ વસ્તુઓમાં જોવા મળે છે આ બેદરકારી. ગમે ત્યારે  આપણે બીજા કોઈ પણ  શહેરમાં જઈએ છીએ ત્યારે રોકાવા માટે એક- બે દિવસ હોટલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે તે હોટેલનું એક રાતનું ભાડું ૨-૩ હજાર રૂપિયા નથી હોતું પણ ૨ હજારથી લઇને લાખો રૂપિયા સુધી ભાડું લેવામાં આવતું હોય છે.

જેમાં ઓયો રૂમ્સ તરીકે જાણીતી હોટલ બુકીંગમા એક સંસ્થા બની ગઈ છે. તેમાં પણ એક રાતનું વધારે ભાડું લેવામાં આવતું હોય છે. જ્યારે પણ તમે એક રૂમ નું આટલું બધું ભાડું આપતા હોય  ત્યારે તમે એ હોટલમાં સારામાં સારી સુવિધા મળે એ પણ ઈચ્છતા હોય છો . ખાસ કરીને જ્યારે પણ હોટલની સાફ સફાઈ કરવામાં આવે અને અન્ય ચીજોની વાત કરવામાં આવે તો બધુ એકદમ પરફેક્ટ હોવું જોઈએ.

બહારથી હોટેલ નો લુક જોવામાં આવે તો તમને એ  ખૂબ જ સારો લાગે છે, અને  તે હોટેલ નો  સ્ટાફ પણ ખૂબ જ વિનમ્ર હોય છે. પરંતુ હકીકતમાં હોટલમાં રહેલી ઘણી એવી બાબતો હોય છે કે જે અનેક કસ્ટમરથી છૂપાવવામાં આવતી હોય છે. તો હવે જાણો એવી કઈ બાબત છે એના વિશે..

રૂમની સાફ-સફાઈ :- હોટલના રૂમમાં એક મહિનામાં ઘણા બધા લોકો રોકાતા હોય છે. હવે હોટેલ નો  સ્ટાફ  રૂમમાં શું શું સફાઈ કરે છે, તે કોઈને ખબર પણ હોતી નથી. હોટલવાળા રૂમની બેડશીટ ભલે દરરોજ બદલી આપતા હોય, પરંતુ રજાઈ અને બેડ કવર મહિનાઓ સુધી બદલવામાં આવતા નથી.  અને  તેમની સફાઈ પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી.

ગ્લાસ સાફ નહિ પરંતુ પોલિશ કરવામાં આવે છે :- રૂમની જેમ ગ્લાસને પણ આવી રીતે જ સાફ રાખવામાં આવે છે. ગ્લાસ પર કેમિકલ લગાવીને ચમકાવવામાં આવે છે. ઘણી વાર તેને પાણીથી પણ ધોવામાં આવતા નથી. રૂમમાં રાખવામાં આવેલ ફર્નિચરને પણ કેમિકલ દ્વારા જ ચમકાવવામાં આવતા હોય  છે. ક્યારેક તો ગ્લાસને બાથરૂમના પાણીથી જ સાફ કરીને રાખવામાં આવે છે.

માંકડ અને જીવજંતુઓ :- હોટલવાળા ક્યારેય પણ નથી જણાવતા કે તેમના રૂમના બેડ પર માંકડ કે અન્ય જીવજંતુઓ મળી શકે છે. તેનાથી તમારી રાત ખરાબ પણ થઇ શકે છે. એટલા માટે રૂમ લેતા પહેલાં આ વાત ક્લિયર કરી દો અથવા જાતે ચેક કરી લો.

મૃત્યુ અથવા આત્મહત્યા :- હોટલમાં ઘણી વાર એવું બને છે કે હોટલમાં કોઈ કસ્ટમર મૃત્યુ પામે છે તેમજ ઘણી વખત કોઈ બિમાર દર્દીઓ પણ હોટલમાં રોકાયા હોય તો તેવામાં તેમના કીટાણુઓ હોટલમાં પહેલાથી જ રહેલા હોય છે. આ બધુ હોટલમાં રાત રોકાતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક પ્રકારનું રિસ્ક રહેલું હોય છે.

અકસ્માત :- ઘણીવાર હોટલમાં બેદરકારી કે વાતાવરણ સારું ન હોવાથી એટલે કે પર્યાવરણ ઉપકરણ ન હોવાથી અકસ્માત પણ થાય છે. જેમ કે સીડી પરથી પડી જવું, હોટેલમાં કોઈ અણીદાર વાતું કે ખુલ્લી ચીજ ને કારણે હાથ પર ઘાવ થવો અથવા તો લિફ્ટની ગરબડ થવાના કારણે કોઈનો જીવ નીકળી જવો કે પછી ઘાયલ થવું વગેરે. એટલા માટે હોટલમાં ચેક ઈન કરતા પહેલા તેના વિશે બધું રીસર્ચ જરૂર કરી લો અથવા એના અંગે ઓનલાઈન રીવ્યુ જોઈ લેવા.

આગ કાબુમાં કરવાની સુવિધા ન હોવી :- ઘણી વાર અમુક હોટલમાં આગ લાગવાનું જોખમ રહે છે. કારણકે ત્યાં આગ બુજાવવા માટે કોઈ સુવિધા હોતી નથી. તેવામાં બની શકે છે કે હોટલમાં આવી પરિસ્થિતિને સંભાળી લેવા માટે પૂરતા પ્રમાણમાં ઉપકરણ ન હોય તો આવા પ્રકારનો કોઈ અકસ્માત બની શકે છે.

વેશ્યાવૃતિ :- ઘણી હોટલ એવી પણ હોય છે જ્યાં વેશ્યાવૃત્તિનો ધંધો પણ ચાલી રહેતો હોય છે. જેના કારણે આવું વાતાવરણ કદાચ તમારા પરિવાર માટે યોગ્ય ન હોય, જેથી આ બાબતની તપાસ પહેલાથી જ જરૂર કરી લેવી જોઈએ.

 

Leave a Comment