ગુજરાતમાં કોરોના કેસ ખુબ જ જડપથી વધી રહ્યા છે, વધેલા કેસને ધ્યાનમાં લઈને તંત્ર અને સરકાર એકદમ કદમ પગલા લેવા મજબુર થઇ ગઈ છે, વધી રહેલા કોરોના ના કેસ ના કારણે ગુજરાતના દાહોદ જીલ્લામાં વહીવટી તંત્ર કાર્યરત થઇ ગયું છે,
દાહોદ જીલ્લાના કલેકટરે હોળી ધૂળેટી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, તથા જીલ્લામાં યોજાતા પરંપરા ગત મેળાઓ ઉપર પણ ટોક મૂકી દીધી છે. દાહોદ જીલ્લા કલેકટરે દર રવિવારે બધી બજાર બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેમજ હોળી ધૂળેટી પર યોજાતા મેળા તથા લોકમેળા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
દાહોદના કલેકટર વિજય ખરડી એ દાહોદમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને એક ખુબ જ જરૂરી નિર્ણય લીધો છે. તહેવારો પર હોળી તથા ધુળેટીની ઉજવણીમાં વધારે ભીડ એકઠી થવાની બીકે દાહોદમાં યોજાતા પરંપરા ગત મેળાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જેના કારણે દાહોદ માં હવે હોળી ધુળેટીના મેળાઓ નહિ યોજાય શકે. જાહેરનામું બહાર પાડીને જીલ્લા કલેકટરે કોરોના ને વધતો અટકાવવા માટે આ મોટો નિર્ણય કર્યો છે. જેથી હવે દાહોદ ના લોકો આ મેળા નો લ્હાવો નહિ લઇ શકે અને હોળી ધૂળેટી જાહેરમાં નહિ ઉજવી શકે. તથા જીલ્લાના તમામ બજારો રવિવાર ના રોજ બંધ રાખવામાં આવશે.
દર વર્ષે દાહોદમાં આમલી અગિયારસ, ચાડીયા, ગોળ ગધેડા , ધૂળેટી, ચુલ વગેર ના મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજ્યના ઘણા બધા લોકો આ મેળાનો આનદ માણવા માટે અહિયાં આવતા હોય છે. પરંતુ, કોરોના વાયરસ ના કારણે ગયા વર્ષ થી જ આ પ્રકારના તમામ મેળાઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે,
કારણકે મેલા માં મોટી સંખ્યા માં લોકો એકઠા થતા હોય છે અને ભીડ વાળી જગ્યા પર કોરોના નું સંક્રમણ થવાની સંભાવના ખુબ વધી જતી હોય છે. તેથી આ પ્રકારની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ દાહોદના મેળાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી કોરોના ને અટકાવવા માં સરકાર ને મદદ મળી રહે.
સરકાર અને તંત્ર કોરોના ને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, તેથી નાગરિક હોવાના કારણે આપની પણ ફરજ બને છે કે આપણે પણ કોરોના ને અટકાવવા માં સરકાર ની મદદ કરીએ, કોરોના ને ફેલાતો રોકવા માટે આપણે જાહેર રસ્તાઓ ઉપર હોળી ધૂળેટી ના તહેવાર નિમિતે વાહન ચાલકો તથા બીજા લોકો પર રંગ તથા પાણી ન નાખવું , બીજા લોકો પર રંગ ન ઉડાડવો, તથા આ તહેવાર ને પોતાના પરિવાર ની સાથે શાંતિ થી ઉજવવો.