હોળીના રંગોથી નહિ થાય શ્વાસની તકલીફ, રમતા પહેલા માત્ર કરી લો આ કામ  

હોળી રંગ અને ખુશીનો તહેવાર છે, આ દિવસે બધા રંગ અને ગુલાલથી રમતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેઓ ને રંગ અને ગુલાલની એલર્જી હોય છે, તો ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને તેનાથી તેના ફેફસા દૂષિત થતા હોય છે. સુરક્ષિત રીતે હોળી રમવી ખૂબ જરૂરી હોય છે. તમે હોળીના રંગો માં ભળતા પહેલા કેટલીક ખાસ તૈયારીઓ કરી લ્યો. તેનાથી તમે સેફ અને સેહતમંદ હોળી રમી શકશો.

ઉકાળો પીવો :- હોળી ના દિવસે સવાર-સવારમાં એક ગરમ ગરમ ઉકાળો પી લો. તેનાથી ફેફસાંમાં થતો પ્રદૂષણ અટકી જશે. તેને પીધા પછી તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં થાય અને તેનાથી રંગો થી થવા વાળી એલર્જી પણ નહી થાય. જો તમે ઉકાળો ના પીય શકો તો તમે આદુવાળી ચા પણ પી શકો છો.

ફુદીનો અને વિટામિન સી લો :- તમે આ દિવસે ફાસ્ટમાં વિટામિન સી વાળા ભોજન ગ્રહણ કરો, તેનાથી તમારા ફેફસા હેલ્ધી રહેશે અને શ્વાસ તેમ જ એલર્જીની સમસ્યા નહીં થાય. જો તમે ચાહો તો હોળીના દિવસે સંતરા તથા લીંબૂ ને પોતાના ભોજનમાં સામેલ કરી શકો છો.

લવિંગ મોઢા માં રાખો :- હોળી વાળા દિવસે લવિંગ પોતાની પાસે જ રાખો. તેને તમે મોઢામાં જીભ નીચે દબાવી લો અને પછી હોળી રમવા જાઓ. લવિંગ રંગો થી પ્રસરતાં ઇન્ફેક્શન અથવા તો સંક્રમણથી તમને બચાવે છે. એટલું જ નહીં હોળીના દિવસે નાક બંધ થઇ જાય તો લવીંગ તેને ખોલવામાં મદદગાર સાબિત થાય છે.

ફળ ખાઓ :- હોળી રમતા પહેલા જ નહીં પરંતુ પછીથી પણ સેહત નું ધ્યાન રાખો. તમે રંગથી રમી ને આવો પછી તરત નહાય લો અને પછી તાજા ફળ ખાઓ. તમે ચાહો તો ઉકાળો અથવા તો આદુવાળી ચા પી શકો છો અને એક સફરજન ખાશો તો ખૂબ જ સારું રહેશે. આ તમને બધી રીતના સંક્રમણથી બચાવે છે.

હોળી એ ખુશાલીનો તહેવાર છે તેને ધામધૂમ થી મનાવવો જોઈએ, પરંતુ તેની સાથે સાથે પોતાની સેહત નું પણ ધ્યાન રાખવું જોઈએ. કેમિકલ યુકત રંગો ની જગ્યાએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી સંક્રમણ ઓછું થઈ શકે છે . આશા રાખીએ છીએ કે આ લેખ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો બીજા સાથે શેર જરૂર કરો અને બિમાર લોકો ઉપર રંગ નો પ્રયોગ ઓછો કરો. આવું કરવાથી તમે પોતાનાઓ સાથે ખુશાહાલ અને સુરક્ષિત હોળી ઉજવી શકો છો.

Leave a Comment