હોળી દરમિયાન આ ઉપાયો કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે, જરૂરથી જાણો

દર વર્ષે હોલિકા દહન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે આવે છે. અને તેના આગળના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે 29 માર્ચે હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જ્યારે ૨૮ માર્ચે હોલિકા દહન કરવામાં આવશે.

લાલ કિતાબમાં હોળી સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી ધનલાભ થાય છે. એટલા માટે તમે નીચે જણાવેલા ઉપાયો ને કરીને હોળી દરમ્યાન ધનની પ્રાપ્તિ કરી શકો છો. આ ઉપાય ને કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસાની કોઇ કમી નહી આવે.

હોળીકા દહન વાલા દિવસે તમે જ્યારે હોલિકા ની પરિક્રમા કરો છો તો તે સમયે અગ્નિમાં ચણા, અલસી અવશ્ય નાખો. ત્યારબાદ પૂજા કરો. આ ઉપાય કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને રોકાયેલું ધન પાછું મળી જાય છે. એટલા માટે તમે આ ઉપાયને જરૂરથી કરો.

હોળી વાળી રાતે પીપળાના ઝાડની પૂજા કરવાથી પણ ધનલાભ થાય છે. અને આર્થિક સ્થિતિ મજબૂત થઈ જાય છે. રાતના સમયે તમે પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવી દો. ત્યારબાદ ઝાડને સાત પરિક્રમા કરી લો. આવું કરવાથી જીવનમાં આવનારી દરેક આર્થિક બાધાઓ દૂર થઇ જશે અને જીવન ખુશીઓથી ભરાઈ જશે.

ગોમતી ચક્ર :- તમારી આર્થિક પરિસ્થિતિને વધારે સારી બનાવવા માટે તમે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ધન સમૃદ્ધિ વધી જાય છે. આ ઉપાય તમારે હોલિકા દહનની રાત્રે 21 ગોમતી ચક્રને શિવલિંગ પર ચડાવી દો.

પછીના દિવસે સવારે ઊઠીને તમારી તિજોરીમાં ધન રાખવાની જગ્યાએ રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને ધનલાભ વધે છે.

પરિવારમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે તમે હોલીકા દહનમાં એક લવિંગ એક પતાસું અને એક પાન ચડાવો. તમે માત્ર એક વાતનું ધ્યાન રાખો કે આ વસ્તુને ઘરના મોટા સદસ્યોના હાથેથી ચઢાવો.

આ વસ્તુઓ અર્પણ કર્યા બાદ હોલિકાને 3 પરિક્રમા કરો. હોળીકા માં સુકા નાળિયેર ની આહુતિ દો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે અને પરિવારના સદસ્યો ની વચ્ચે પ્રેમ વધશે.

હોલિકા દહનની પછી તેની થોડી રાખ ઘરે લઇ આવો, જ્યારે પણ કોઈ સારું કાર્ય કરવા માટે ઘરની બહાર જાઓ તો તેને પુરુષ પોતાના માથા પર અને સ્ત્રી પોતાના ગળા માં લગાવો. આ ઉપાય કરવાથી તમે જે પણ કાર્ય માટે બહાર જઈ રહ્યા હશો તે કાર્ય સફળ થઈ જશે.

હોલિકા દહન ના સમયે સરસવ ના દાણા આગમાં અર્પણ કરો અને મા લક્ષ્મીની પૂજા કરો. આ ઉપાય કરવાથી ક્યારેય પણ ધન હાનિ નહીં થાય. તેની સિવાય તમે આ દિવસે હળદરના ગાંઠિયાને પોતાના ઘરની તિજોરીમાં રાખી દો, આવુ કરવાથી તેજોરી હંમેશા ભરેલી રહેશે.

Leave a Comment