હોળાષ્ટક શરૂ થઈ ગયું છે જેની સાથે સાથે જ શુભ કાર્યો કરવા પર આ રોક લાગી ગઈ છે. હવે હોળી પછી જ શુભ કાર્ય કરી શકશો. એટલે કે હોળાષ્ટક થી લઈને હોળી સુધીના દિવસો અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્ય કરવાનું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે.
શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક ના પહેલા દિવસથી ફાલ્ગુની શુક્લપક્ષની અષ્ટમીનો, ચંદ્રમાં નવમીનો, સૂર્ય દશમીનો, શનિ એકાદશીનો, શુક્ર બારસ નો , ગુરુ તેરસનો, બુદ્ધ ચતુર્દશી નો મંગળ અને પૂર્ણિમાનો રાહુ ગ્રહ પોતાના ઉગ્ર સ્વરૂપ માં જોવા મળતા હોય છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્યોનું ફળ અશુભ સાબિત થતું હોય છે.
આ વખતે હોળાષ્ટક ની શરૂઆત 22 માર્ચ પહેલા શરૂ થઈ છે અને જે 28 માર્ચ ના દિવસે હોળીકા દહન સાથે પૂર્ણ થશે. 29 તારીખના દિવસે હોળીનો તહેવાર આવે છે, 22 માર્ચથી લઇને 28 માર્ચ સુધી તમે નીચે જણાવેલા કાર્યો કરવાથી બચો.
હોળાષ્ટક ના સમય દરમિયાન ન કરો આ કાર્ય :- હોળાષ્ટક દરમિયાન લગ્ન, ભૂમિપૂજન, ગૃહ પ્રવેશ જેવા કાર્યો કરવા જોઈએ નહીં. અને જો તમે કોઈ નવો ધંધો વ્યાપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન માંડી વાળવામાં જ તમારી ભલાઈ છે. શાસ્ત્રો અનુસાર હોળાષ્ટક શરૂ થવાની સાથે જ સોળ સંસ્કાર જેવા નામકરણ સંસ્કાર, જનેઉ સંસ્કાર, ગૃહ પ્રવેશ, વિવાહ સંસ્કાર એવા સંસ્કાર વગેરે કરવા જોઈએ નહીં.
કોઈપણ પ્રકારના હવન યજ્ઞ પણ આ સમય દરમિયાન ન કરવા જોઈએ. નવા પરણેલી વધુ ઓએ આ દિવસોમાં પોતાના પિયરમાં જ રહેવું જોઇએ. જો તમે કોઈ જમીન લેવાનું વિચારી રહ્યા છો તો અત્યારે નાનો હોળાષ્ટક સમાપ્ત થાય પછી તેની ખરીદી કરો. હોળાષ્ટક દરમિયાન કરો આ કાર્ય :- હોલાષ્ટકની અવધિ દરમિયાન તપ કરવાથી સારું ફળ મળે છે. આ દરમિયાન ભક્તિ કરવાથી પણ ખૂબ જ લાભ પ્રાપ્ત થતા હોય છે.
હોળાષ્ટક શરૂ થતા સાથે જ એક ઝાડની શાખા કાપી લો. અને તેને પોતાના ઘરની પાસેની જમીન પર લગાવી દો. તેમાં રંગ બેરંગી કલર ના કાપડ ના ટુકડાઓ બાંધી દો. તેને ભક્ત પ્રહલાદ નું પ્રતીક માનવામાં આવે છે. પછી તમે જે જગ્યા પર ઝાડ ની શાખા કાપીને લગાવો છો, ત્યાં ત્યાં તમે હોળીકા દહન કરી દો. હોળીકા દહન સુધી કોઈ શુભ કાર્ય થવું જોઈએ નહીં. આ સમય દરમિયાન નરસિંહ ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તેની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થતી હોય છે.
હોળાષ્ટક સાથે જોડાયેલી કથાઓ :- કથા અનુસાર હિરણ્ય કશ્યપ નામનો એક રાજા હતો. જે ભગવાન વિષ્ણુ ના વિરોધમાં હતો. હિરણ્યકશ્યપ પોતાના રાજ્યમાં કોઈને પણ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા દેતા ન હતા. જોકે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ખૂબ જ મોટો વિષ્ણુ ભક્ત હતો અને દર સમયે વિષ્ણુજીની ભક્તિ જ કર્યા કરતો હતો. જેના લીધે હિરણ્યકશ્યપ પોતાના પુત્રને ખૂબ જ હેરાન કરતો હતો.
પ્રહલાદને ફાલ્ગુન શુક્લ પક્ષ ની આઠમ ના દિવસે હિરણ્યકશ્યપે બંદી બનાવી લીધો હતો અને તેને જીવથી મારવા માટે અલગ અલગ યોજનાઓ બનાવી હતી. પરંતુ પ્રહલાદ વિષ્ણુ ભક્તિ ના કારણે બધી વાર બચી જતો હતો. એક દિવસ પોતાના ભાઈ હિરણ્ય કશ્યપ ને મુશ્કેલીમાં જોઈને તેની બહેન હોલિકાએ તેને કહ્યું કે તેને બ્રહ્માએ અગ્નિથી ન બળવાનું વરદાન આપ્યું છે.
હિરણ્ય કશ્યપને પોતાની બહેન હોલિકાએ કહ્યું હતું કે તે પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિમાં બેસી જાય. આવું કરવાથી પ્રહલાદ બળી ને મરી જશે, પરંતુ જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી તો પ્રહલાદ બચી ગયો અને હોળિકા બળી ગઈ હતી. પ્રહલાદ ને આવી રીતે કુલ આઠ દિવસ સુધી યાતનાઓ આપવામાં આવી હતી. એટલા માટે શરૂઆત ના આઠ દિવસોને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કામ કરવું વર્જિત માનવામાં આવે છે.
તો અહીં હોળીકા ના બળી ગયા પછી પણ હિરણ્યકશ્યપે પ્રહલાદ ને મારવાની કોશિશ કરી હતી. ત્યારે નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા અને તેઓએ હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. હોળાષ્ટક થી જોડાયેલી બીજી કથાઓ અનુસાર ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાના કારણે ભગવાન શિવે કામદેવને ફાલ્ગુની ની અષ્ટમી પર જ ભસ્મ કર્યો હતો.
ધૂમધામ થી મનાવવામાં આવે છે હોળી :- હોળીના પર્વ ને આખા ભારતમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ લોકો આ દિવસે રંગોથી તો ઘણા લોકો ફુલો થી હોળી રમતા હોય છે. આ દિવસે રાધા-કૃષ્ણની પૂજા પણ કરવામાં આવે છે અને એ મથુરામાં મંદિરોને પણ ભવ્ય રીતે સજાવવામાં આવે છે.