રશિયન પુતિન અને પીએમ મોદીએ યુક્રેનના ઝેલેન્સકી બંને સાથે કરી વાત! હિંસાનો તાત્કાલિક અંત લાવવા કરી અપીલ…

યુક્રેનના સૌથી યુવા સંસદસભ્ય સ્વિયાતોસ્લાવ યુરાશે બુધવારે કહ્યું કે ભારતે રશિયા અંગેના તેના વલણ પર પુનર્વિચાર કરવો જોઈએ અને છેલ્લા 20 વર્ષથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવેલા કાર્યો માટે તેને સજા આપવી જોઈએ.

 

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સ્વ્યાટોસ્લેવે કહ્યું, “ભારત એ દેશોમાંથી એક છે જે આ સદીનું ભાવિ નક્કી કરશે. જ્યાં સુધી રશિયાના સંબંધો પર ભારતની સ્થિતિનો સવાલ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમારા રાષ્ટ્રપતિને ફોન કરવા માટે હું આભારી છું.

 

ભારત દ્વારા લેવામાં આવી રહેલા માનવતાવાદી પગલાં માટે અમે આભારી છીએ.” તમારી પાસે વ્યૂહાત્મક મિત્રતા અને ભાગીદારી પર એક સંધિ છે, તેથી મને લાગે છે કે તમારે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે તેવું કહ્યું હતું.

 

યુક્રેન પર રશિયાના આક્રમણનો જવાબ આપવા માટે ભારતે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. આ ઉપરાંત, યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત યુક્રેનિયન અને રશિયન બંને સરકારોના સંપર્કમાં છે. પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને સાથે વાત કરી છે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા અપીલ કરી છે.

Leave a Comment