ખંભાત માં થયેલી હિંસાના કેસમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લોકોનો સોશિયલ મીડિયા ઉપર સ્ક્રીનશોટ વાયરલ થયો…

ભારત માં રામ નવમી ખુબ જ જોરદાર રીતે ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતના આણંદ જિલ્લામાં રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો તેમજ સામસામે પથ્થરમારો થતાં અફડા-તફડી થવા લાગી હતી અને અલગ-અલગ વિસ્તારોમાં આગ લગાવી દેવામાં આવી હતી અને સમગ્ર વિસ્તાર ભડકી ઉઠયો હતો. આ બનાવ બાદ ઘટના સ્થળ પર પોલીસ તેની ટીમ સાથે આવી ગઈ હતી તેમજ ઘટનાસ્થળ પર પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો જેથી સમગ્ર ઘટનાને શાંત કરવામાં આવે અહીંયા થયેલ હુમલામાં ૧૫ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ હિંસામાં પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે સીધી કોન્ટેક હોય તેવું જાણવા મળ્યું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે: રેન્જ આઈ.જી

ગુજરાતના ખંભાત માં થયેલ આ હિંસામાં કેટલાક અફઘાનિસ્તાની તેમ જ પાકિસ્તાની લોકોનો હાથ હોય તેવું સામે આવ્યું હતું કારણ કે સમગ્ર બનાવવા સોશિયલ મીડિયા ઉપર સ્ક્રીનશોટ ખૂબ જ ઝડપી વાયરલ થઇ રહ્યા હતા માટે આ સમયે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તેમજ અમદાવાદમાં ફરજ બજાવતાં પોલીસ વડા અધિકારીનું કહેવું છે કે હાલ કઈ ચોક્કસપણે કહી શકાય નહીં પરંતુ તપાસ ચાલુ છે.

 

પોલીસ તપાસ બાદ ત્રણ મોલવી અને બે માણસો આ ષડયંત્રમાં જોડાયેલ છે

પોલીસે વધુ તપાસ હાથ ધર્યા બાદ તેમની માહિતી મળી કે રામનવમી ની શોભાયાત્રા ની મંજૂરી મળ્યા બાદ આ લોકો દ્વારા શોભાયાત્રા બંધ કરવા માટે કાવતરુ બનાવવામાં આવ્યું હતું આ પ્લાન બનાવવામાં 3 મોલવી અને બીજા બે માણસો જોડાયેલા છે. ફક્ત એટલું જ નહીં હિંસા ફેલાવવા માટે બહારથી પણ લોકો બોલાવવામાં આવ્યા હતા.

આ હિંસા બાદ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

આજે કેબિનેટ કક્ષા ની મિટિંગ હતી જેમાં ગુજરાતના સાબરકાંઠામાં હિંમતનગર શહેરમાં આવો જ બનાવ જોવા મળ્યો હતો આ બંને ઘટના બાદ મુખ્યમંત્રીએ કેબિનેટ કક્ષા ની મીટિંગમાં પોતાની ચિંતા જાહેર કરી હતી તેમજ શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને હિંમતનગરમાં હાલ સ્થિતિ કાબુ કરી દેવામાં આવી છે.

 

જાણો આ મામલા વિશે

ગુજરાતના ખંભાત શહેરમાં શક્કર પુરા માં ભગવાન રામજી નું મંદિર આવેલ છે. તેમજ રામ નવમીના દિવસે અહીંયા ખુબ જ મોટી શોભાયાત્રા નીકળવાની હતી તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રણ હજારથી વધુ લોકો આ શોભાયાત્રામાં જોડાવા ના હતા શોભાયાત્રાનો રોડ નક્કી કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રા ત્રણ દરવાજા, ચિતાની બજાર થઈને ચોકી વિસ્તારમાંથી જવાની હતી. આ શોભાયાત્રા થોડી આગળ પહોંચ્યા અસામાજિક તત્વોએ હુમલો શરૂ કરી દીધો હતો અને મોટા મોટા પથ્થર મારીને લોકોને ઈજા ગ્રસ્ત કર્યા હતા અને ઘટનાસ્થળ પર ખૂબ જ ભાગ મચી ગઇ હતી થોડા સમય બાદ આ ઘટનાના ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામસામે પથ્થરમારો ચાલુ કરી દેવામાં આવ્યો હતો તેમજ ત્યાં રહેલી કેટલીક દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી ફક્ત એટલું જ નહીં અસામાજિક તત્વો દ્વારા એક ઘરની આગ લગાવી દેવામાં પણ આવી હતી.

પોલીસ દ્વારા શરૂ કરાયું પેટ્રોલિંગ

આ બનાવમાં ઘટનાસ્થળ પર પોલીસની ટીમ આવી અને ઘટનાને પોતાના કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો શરૂઆતના સમયમાં બન્ને ટોળા ઉશ્કેરાટમાં આવી ને એકબીજા ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો અને પોલીસ આ લોકો ને કાબુમાં કરી શકી નથી ત્યારે પોલીસે ઘટના સ્થળ પર ટિયરગેસ છોડી ને લોકોને ત્યાંથી ભગાડયા હતા આ સમગ્ર બનાવમાં ૧૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમજ એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હતું અને પોલીસ દ્વારા અહીંયા 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Comment