હીના ખાને શેર કરી માલદીવ વેકેશનની કેટલીક તસ્વીરો, હવે થઇ રહી છે ટ્રોલ

ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાને પરદાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ચાહકોના દિલ જીતી લીધા છે. હિના ખાન સોશ્યલ મીડિયા પર તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફરી એકવાર હિના ખાને સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરીને હંગામો મચાવ્યો છે.

33 વર્ષની હિના ખાન સોશ્યલ મીડિયા પર એક્ટીવ રહેનારી ટીવીની એક્ટ્રેસ માની એક છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. તેણે તાજેતરમાં જે તસવીરો શેર કરી છે, તેના ચાહકો તેમને ખૂબ પસંદ કરે છે. આ સાથે, ઘણા લોકોએ આ બોલ્ડ અને હોટ તસવીરો પર ઉગ્રતાથી અભિનેત્રીને ઘેરી લીધી છે.

હિના ખાને હાલમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિનાનો ખૂબ જ બોલ્ડ અને હોટ અવતાર ચાહકોના હોશ ઉડાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ટીવી એક્ટ્રેસે માલદીવના વેકેશનના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આમાં તેઓ બીચ પર નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને માલદીવના વેકેશનની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આમાં તેનો અલગ લુક જોવા મળી રહ્યો છે. તે તેના પ્રશંસકોના હોશ ઉડાડવા નું કામ કરી રહી છે. શોર્ટ ટ્યુબ ટોપ અને હાઇવેસ્ટ પેન્ટીઝમાં હિના ખાન ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે છે. કોઈ તેના ચિત્રોની પ્રશંસા કરી રહ્યું છે, તો કોઈ તેમને ટ્રોલ પણ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે, હિના ખાન ઘણીવાર આવા અવતારમાં સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ટીવી અભિનેત્રીઓમાંની એક છે. ઇન્સ્ટાગ્રામ પર 20 કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ… હિના ખાનની આ તસવીરો ઘણા લોકોને પસંદ નથી આવી. એક યુજર્સએ ટિપ્પણી કરી છે કે, મેમ, કંઇક તો શરમ કરો. તે જ સમયે, અન્ય એક યુજર્સએ લખ્યું છે કે, આ તે જ હિના ખાન છે જેણે બિગ બોસ 14 માં શોર્ટ્સ પહેરવા પર નીક્કી ને કહ્યું હતું , હું ક્યારેય શોર્ટ્સ પહેરતી નથી.

તે જ સમયે, ઘણા યુજર્સએ ઇસ્લામ ને ટાંકીને હિના ખાનને પણ ઘેરી લીધી છે. એક યુઝરે લખ્યું છે કે, હવે કોઈ એમ નહીં કહેશે કે ઇસ્લામ જોખમમાં છે. તે જ સમયે, એક યુજર્સએ હિનાને સુધરવાની સલાહ આપી છે. યુઝરે ટિપ્પણી કરતાં લખ્યું છે કે રમઝાન આવે છે, હિના ખાન સુધરી જાઓ.

Leave a Comment