તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ ‘કુદરતનો આશીર્વાદ’ છે. પરંતુ આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પૂરતી કાળજી ન લઈએ તો શિયાળો નુક્સાનદાયક પણ બની શકે છે. શિયાળામાં વાતાવરણ ઠંડુ થઇ જાય ત્યારે કેટલાક લોકો માટે અસહ્ય સ્થિતિ સર્જાતી હોય છે.હાર્ટ એટેકનું જોખમ આ સીઝનમાં વધારે હોય છે. ઠંડીના લીધે શરીરનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે જેના કારણે રક્તવાહિની સંકોચવાની પ્રવૃતિ વધી જાય છે.
આ સાથે લોહીના ટ્રેક એટલે કે પ્લેટલેટ જામી જવાનું વધી જાય છે. તેને કારણે હૃદયની રક્તવાહિનીઓ બ્લોક થવાની શક્યતા વધી જાય છે અને તેથી હુમલો આવવાની શક્યતા વધે છે.શિયાળાના મહિનાઓમાં દિવસના કલાકોમાં ફેરફાર થાય છે, એક ફેરફાર જેમાં કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સંતુલન પણ બગડે છે, જેનાથી હૃદય પર વધારાનું દબાણ આવે છે.
ઠંડા તાપમાનને કારણે ધમનીઓ કઠોર બને છે, લોહીનો પ્રવાહ અવરોધે છે. એ હૃદયને ઓક્સિજન સપ્લાય ઘટાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.’ઠંડા વાતાવરણમાં હૃદયને ઓક્સિજનની વધારે જરૂર હોય છે કારણ કે શરીરમાં ગરમી જાળવવા માટે ઘણું કામ કરવું પડે છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે, સવારે હાર્ટ એટેક અને હ્રદયરોગ સંબંધિત સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
મોટાભાગના લોકોને સવારે બ્લડ પ્રેશર વધવાના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવે છે.શિયાળાના વહેલા અંધકારને કારણે લોકો તેમના મોટાભાગના કામ સવારે વહેલા કરે છે. પ્રવૃત્તિઓના સમયમાં બદલાવને કારણે તેની અસર શરીર પર પણ પડે છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર વધે છે અને હોર્મોન્સ પણ બદલાય છે., શિયાળામાં લોકોએ વધુ જાગૃત રહેવાની જરૂર છે.
જો તમને હ્રદયરોગ છે અને તમે સવારમાં સખત મહેનત કરવા માંગતા ન હોવ, તો તમારી પ્રવૃત્તિ પર કટોતી કરો. અને ધીમે ધીમે વધારીને શરૂઆત કરો. રક્તવાહિની તંત્ર કોઈપણ ફેરફારને ધીરે ધીરે સ્વીકારવા માટે સક્ષમ છે. ગ્લાસરે ચેતવણી આપી હતી કે, નિત્યક્રમમાં અચાનક ફેરફાર જોખમી હોઈ શકે છે.કસરત પછી તરત જ કોફી અથવા સિગરેટ ન પીવો કારણ કે કેફીન અને નિકોટિનને કારણે હૃદય પર દબાણ વધે છે.
વ્યાયામ શરીર માટે ખૂબ જ સારો છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે, જ્યારે શરીર તેના માટે તૈયાર ન હોય ત્યારે કસરત ન કરવી જોઈએ.જો તમને કોઈ હૃદય રોગ છે, તો ડોક્ટર ની દેખરેખ હેઠળ કસરત કરો. તમારો નવો નિત્યક્રમ ધીરે ધીરે શરૂ કરો અને તમારા ડોક્ટર ના સંપર્કમાં રહો.ઠંડીની સીઝન માં લોકો ખૂબ ખાતા પીતા હોય છે, તેઓ ધૂમ્રપાન કરે છે, જેનાથી તેમનું વજન વધે છે. આ બધી બાબતોથી હૃદયરોગનું જોખમ વધે છે.