હવે ઘર પર રહીને જ બનાવી શકો છો રેશનકાર્ડ, જાણી લો રીત

રાશનકાર્ડ એ ખૂબ જરૂરી વસ્તુ છે, ખાસ કરીને ગરીબ લોકો ને તેની ખૂબ મદદ મળી રહે છે. જો તમારું રાશનકાર્ડ હજુ સુધી નથી બન્યું, તો આજે તેને બનાવવાની રીત જાણી લો. રાશન કાર્ડ બનાવવા માટે તમારે તમારા રાજ્યની આધિકારિક વેબસાઇટ પર જવું પડશે.

ઉદાહરણ તરીકે જો તમે ઉત્તરપ્રદેશથી છો તો https://fcs।up।gov.in/FoodPortal.aspx પર જાઓ. તેમજ જો તમે બિહારમાં રહો છો તો hindiyojana.in/apply ration card bihar/ પર જાઓ.

પોતાના રાજ્યની આધિકારિક વેબસાઇટ પર જઇને Apply online for ration card વારે લિંક પર ક્લિક કરો. અહીંયા જે પ્રોસેસ બતાવવામાં આવી છે તેને ફોલો કરતા જાઓ. આ દરમિયાન તમારે આધારકાર્ડ હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટર આઇડી કાર્ડ જેવા આઈડી પ્રુફ માટે પણ પુછવામાં આવશે.

રાશન કાર્ડ બનાવવા નો ખર્ચો :- રાશન કાર્ડ બનાવવા માટે પાંચ રૂપિયાથી લઈને ૪૫ રૂપિયા સુધીની ફીસ લાગે છે, તેને આવેદન શુલ્ક (ફી) કહેવામાં આવે છે. તેનું પેમેન્ટ કર્યા બાદ તમે તમારી એપ્લિકેશન સબમિટ કરી દો. જો તમારા દ્વારા આપવામાં આવેલી દરેક જાણકારી સાચી હશે તો તમારું રાશનકાર્ડ બની જશે.

આ રાસન કાર્ડના માધ્યમથી સરકાર દ્વારા તમારા રાજ્ય ની ગરીબ જનતાને રક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા one nation one card (વન નેશન વન કાર્ડ)યોજના લાવવામાં આવી છે. તેનાથી કોરોના કાળમાં તમારા રાજ્યના ગરીબ લોકોને લાભ થશે.

રેશનકાર્ડ ના પ્રકાર રેશનકાર્ડ ત્રણ પ્રકારના હોય છે. અંત્યોદય કાર્ડ બીપીએલ અને એ.પી.એલ સૌથી ગરીબ લોકોના માટે અંત્યોદય કાર્ડ બનતું હોય છે. તે તેઓએ પરિવારના લોકોને મળે છે, જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ બેકાર હોય છે.

બીપીએલ કાર્ડ ગરીબી રેખાની નીચે રહેનારા લોકો ને મળે છે. વાદળી, લાલ અને ગુલાબી રંગ નું આમ બીપીએલ કાર્ડ તે પરિવારોને આપવામાં આવે છે જેમની માસિક આવક ૧૦ હજારથી ઓછી હોય છે. એ.પી.એલ.કાર્ડ ગરીબી રેખાને ઉપરવાળા લોકોના માટે હોય છે, નારંગી રંગના કાર્ડ ને બનાવવા માટે કોઈ અધિકતમ અથવા ન્યૂનતમ આવક નિર્ધારિત નથી હોતી.

રેશનકાર્ડ માટે જરૂરી દસ્તાવેજો :- જો તમે રેશનકાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે મતદાન કાર્ડ અથવા મતદાતા પરિચય પત્ર, પરિવારના મુખ્ય નો પાસપોર્ટ સાઇઝ ફોટો, સરનામું તેમજ આવાસ પ્રમાણપત્ર, વિજળી અથવા પાણી નું બિલ, ટેલીફોન બીલ, આધારકાર્ડ, પાનકાર્ડ અથવા ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા દસ્તાવેજો હોવા જોઈએ. આ દસ્તાવેજો હોય તો તમે રેશનકાર્ડ બનાવવા માટે આવેદન કરી શકો છો.

Leave a Comment