ગુજરાતનું વાતવરણ હાલમાં એકદમ જ બદલાઇ ગયુ હોય તેવું લાગી રહ્યું છે અને વાતવરણમાં આ પલટો આવવાને કારણે બીમારીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. આ જ કારણે બે દિવસ પહેલા જ અમદાવાદમાં કમોસમી વરસાદ આવ્યો હતો. અને આને પગલે ખેડૂતોને પાકમાં નુકશાન વેઠવું પડયું છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં આકરી ગરમી પડશે. લોકોએ હવે ગરમી સહન કરવી પડશે. રાજ્યના મોટા શહેરોમાં શહેરોમાં ગરમીનો પારો વધતા જ બપોરના રોડ સુમસામ થવા લાગે છે અને લોકો બને ત્યાં સુધી ઘરની અને ઓફિસની બહાર નિકળતા નથી.
માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી શકે છે. આમ, આ વખતે માર્ચ મહિનાથી જ ગુજરાતના લોકોએ હિટવેવ માટે તૈયાર રહેવું પડશે.
વાતાવરણમાં પલટો આવવાને કારણે આગામી 10 માર્ચથી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી શકે છે. 16 માર્ચની આસપાસના દિવસોમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવનાથી ખેડૂતોમાં વરસાદનો ભય છે.