હાર્દિક પટેલ સાથે નરેશ પટેલ પણ પાર્ટીમાં બદલાવ, ભાજપ પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતા, ભાજપ દેશના વિકાસ માટે આગળ

હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા

હું ભાજપની સારી વાતો હંમેશા સ્વીકારું છું તેમને 370 જેવી મોટી કલમ હટાવી અને રામ મંદિરનું નિર્માણ કરી હિન્દુત્વની ભાવના લોકોમાં જગાવી છે

 

થોડાક સમયથી પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસથી ખૂબ જ નારાજ છે. તેમજ તેમને અનેક વાર કોંગ્રેસને હાઇકમાન્ડ સાથે વાતચીત કરી છે પરંતુ તેમને પૂરતો જવાબ ન મળ્યો હોવાથી કે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ સામે આવી છે.

 

ક્યારે મીડિયા રિપોર્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં તેમને ગુજરાતમાં સરકાર બને તેઓ યોગ્ય રીતે દેખાતું નથી અને છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ ની હાલત ખૂબ જ ખરાબ ચાલી રહી છે માટે તે પાર્ટી બદલવાનો વિચાર કરી રહ્યા છે.

 

ત્યાર બાદ હાર્દિક પટેલે મીડિયા રિપોર્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભાજપમાં કોંગ્રેસ કરતા વધુ શક્તિશાળી અને ઊંચો કક્ષાના રાજકારણીઓ છે જે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ લેતા હોય છે.

 

તેમજ ભાજપે છેલ્લા કેટલાક સમયથી સારા કામ કર્યા છે જેમકે 370 ની કલમ હટાવી અને રામ મંદિરનું નિર્માણ કરાવ્યું જે આ એક પ્રશંસાને યોગ્ય કાર્ય છે.

 

મીડિયા રિપોર્ટ હાર્દિક પટેલ સાથે વાતચીત કરતાં પૂછ્યું કઈ દિશામાં જવા ઈચ્છી રહ્યા છો ત્યારે હાર્દિક પટેલે જણાવ્યું કે હવે બધા જ રસ્તા ખુલ્લા છે ભાજપ કે આમ આદમી પાર્ટી.

 

તેમજ હાર્દિક પટેલ નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના લોકોને ભલું કરવાનું છે. તેમજ તે આગામી દિવસોમાં ચૂંટણી લડવાનો નિર્ણય લઈ લીધો છે.

 

મીડિયા રિપોર્ટ અને હાર્દિક પટેલને પુછ્યું આંદોલન વખતે કોંગ્રેસ સરકાર જુદી હતી ત્યારે હાર્દિક પટેલે જણાવ્યું કે જ્યારે તે આંદોલનમાં ત્યારે તેમને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો હતો પરંતુ એ દિવસે કોંગ્રેસ પૂરતો સપોર્ટ આપી રહી નથી.

 

હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને જણાવ્યું કે પાટીદાર સમાજ ખૂબ જ આગળ છે અને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે રાજનીતિમાં આવ્યા તે રીતે ગુજરાતના બીજા પાટીદારો ને પણ જોડાવું પડશે અને ગુજરાતનું સારું કામ કરવું પડશે.

 

હાર્દિક પટેલ સાથે નરેશ પટેલ પણ પાર્ટીમાં બદલાવ કરતા જોવા મળી શકે તેમ છે કારણ કે પાટીદાર સમુદ્ર બહુમતી ધરાવતો ગુજરાતમાં સમાજ છે.

Leave a Comment