પાટીદાર અનામતના નેતા અને કોંગ્રેસ કોંગ્રેસના અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસથી ખૂબ જ નારાજ ચાલી રહ્યા હતા ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતાં માહિતી મળી કે હાર્દિક પટેલ કોંગ્રેસ ખૂબ જ નારાજ છે. તેમજ તેમને રાહુલ ગાંધીને પણ પોતાની તકલીફ જણાવી હતી આ કારણ થી હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેમ છે.
હાર્દિક પટેલે કહ્યું હું પાર્ટીનું હિત ઇચ્છું છું: હાર્દિક પટેલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ જોવા મળતા હોય છે અને તેમને ટ્વિટર પર ટ્વિટ કરતાં કહ્યું હું સમગ્ર ભારત માટે હંમેશા સારું છું તેમજ દરેક લોકો મારા ઉપર ખૂબ આશા રાખીને બેઠા છે જો હું આ કાર્ય પૂર્ણ ન કરી શકું તો રાજકારણમાં આવવાનો કોઇ મતલબ નથી તેમજ આજ સુધી મેં કોંગ્રેસ પાર્ટીને મારું પૂરે પૂરું સમર્થન આપ્યું છે અને આગળ પણ હું સમર્થન આપતો રહીશ મને પદની કોઈ આશા નથી પરંતુ હું કામનો ભૂખ્યો છું.
મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કરી પોતાના મનની વાત: હાર્દિક પટેલ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે તે ખૂબ જ હેરાન થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓની એવું ઈચ્છે છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીને છોડી દેવી જોઈએ. હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મેં આ વિશે રાહુલ ગાંધી જોડે ઘણીવાર વાર્તાલાપ કર્યા છે પરંતુ તેમના દ્વારા આ વિષય પર કોઈ એક્શન લેવામાં આવી નથી.
હાર્દિક પટેલ કે નરેશ પટેલ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના દાવેદાર બની શકે તેમ છે: ગુજરાતમાં હવે થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી આવવાની છે. તેને અત્યાર થી શરૂઆત જોવા મળી રહી છે અને મોટા મોટા રાજકારણીઓએ લોકો પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જય રહ્યા છે. તેમજ આમ આદમી પાર્ટી પાસે મુખ્યમંત્રીનો કોઈ ચોક્કસ દાવેદાર નથી પરંતુ હાર્દિક પટેલ કે નરેશ પટેલને આપમાં જોડાયા બાદ તેમને એક સારો ઉમેદવાર મળી શકે તેમ છે. તેમજ ગુજરાતના પાટીદારો હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ખુશ જોવા મળી રહ્યા છે .જો હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીમાંથી મુખ્યમંત્રીના દાવેદાર બની ચૂંટણી લડવામાં આવે તો તે ભાજપને સારી એવી ટક્કર આપી શકે તેમ છે.
નરેશ પટેલ બાબતે કોંગ્રેસ ને ખૂબ જ ઝડપી નિર્ણય લેવો જોઈતો હતો: હાર્દિક પટેલ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી મોટા મોટા રાજકારણીઓ ને લેવા માટે હંમેશા તૈયાર હોય છે. કોંગ્રેસના લોકો ફક્ત વાતો જ કરે છે તે કાર્ય કરતા નથી. બે મહિનાથી નરેશ પટેલ કોંગ્રેસમાં લેવાની વાતો ચાલી રહી છે પરંતુ હજી સુધી કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં લેવામાં આવ્યા નથી અને નરેશભાઈ એવી કોઈ ખાસ ડિમાન્ડ પણ રાખી નથી. હાઈ કમાન્ડને આ વિશે ખૂબ વિચારવું પડશે.
હાર્દિક પટેલ લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી લડે તેવી આશંકા: સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને ખૂબ જ વેગ પકડ્યો હતો તેમજ 2015માં મહેસાણાના વિસનગર શહેરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાની સજા હેઠળ રાહત આપવામાં આવી છે તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ ઉપરથી સ્ટે દૂર કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ સાથે વાતચીત કરતા માહિતી મળી કે જો હાર્દિક પટેલ વિપક્ષમાં રહીને કામ કરી શકતો હોય તો પક્ષમાં બેસીને કેમ કામ ન કરી શકે?
ચૂંટણી લડીને રાજકારણમાં જવું એ મારો મુખ્ય ઉદ્દેશ નથી: હાર્દિક પટેલ : હાર્દિક પટેલ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે તેમનું મુખ્ય ચૂંટણી લડવી એ જ નથી પરંતુ ગુજરાતના લોકો નું ભલું કરવાનું છે તેમજ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો હાર્દિક પટેલ ટૂંક જ સમયમાં રજૂઆત કરશે અને કેસો પાછા ખેંચવા આવશે અને તેમની સરકાર ઉપર ભરોસો રાખ્યો છે. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ૧૦ જેટલા કેસો પાછા ખેંચવામાં આવ્યા હતા.