ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી યોજાય શકે છે, જો વહેલા યોજાય તો ભાજપ-કોંગ્રેસ-આપ માંથી કોનું પલડું ભારે હશે, જાણો…

હાલ દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું વાતાવરણ છે. આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ છે.

જોકે હાલમાં તો ભાજપનું ધ્યાન ઉત્તરપ્રદેશ,પંજાબની ચૂંટણીઓ પર કેન્દ્રિત છે. પરંતુ આ ચૂંટણીઓ પછી તરત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં હશે.

જોકે હાલના સમયમાં ગુજરાત ભાજપમાં જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે.તેને જોતા એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી યોજાવાની છે.

ભાજપ સરકારે આ ચૂંટણી ધ્યાનમાં રાખીને 21 જાન્યુઆરીએ 14 સભ્યોની પ્રદેશ પાર્લામેન્ટ્રી સમિતિની જાહેરાત કરી હતી. આ સાથે જ ભાજપે 12 કોર ગ્રૃપના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ પહેલા 19 જાન્યુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખે 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પેજ સમિતિનું વિહંગાલોકન કર્યું હતું.

આ સાથે જ ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમોમાં નિમાયેલા રાજકીય પદાધિકારીઓની કામગીરીનો ઓવર વ્યું લીધો હતો. જેમાં 7 જેટલા બોર્ડ નીગમના ચેરમેન પાસેથી રાજીનામા લેવામાં આવ્યા.

આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ પણ 25મી જાન્યુઆરીએ નમો એપના માધ્યમથી પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજી હતી.

માર્ચ મહિનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ વન-ડે-વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દ્વારા દરેક જિલ્લાઓની મુલાકાત યોજશે આનો સીધો મતલબ છે કે તેઓ પાણી પેહલા પાળ બાંધવા માગે છે.

ભાજપ સરકાર માનતી ન હોય પરંતુ ક્યાયક એવી શક્યતાઓ છે કે ચૂંટણીઓ નિયત સમય કરતાં વેહલી યોજાય જેથી અન્ય પક્ષોને તૈયારીનો ટાઇમ ના મળે. જો કે આ વખતે કોંગ્રેસ સિવાય આપનો સામનો પણ કરવાનો છે.

તો કેજરીવાલનું દિલ્લી મોડેલ ગુજરાતમાં ચાલશે કે જૂના મુળ ધરાવતી પાર્ટી કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે. તો આ તમામ વિકલ્પો વચ્ચે જનતા કોને સેવાનો મોકો આપે છે તે પણ જોવાનું રહ્યું.

Leave a Comment