ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો જોવામાં આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર માસ્ક તથા રાત્રિ કર્ફ્યુ સહિતનાં નિયંત્રણોમાં છૂટછાટ આપે તેવી સમભવનાઓ છે.
કોરોનાની ત્રીજી લહેર હવે લગભગ પૂર્ણતાના આરે છે. તો હવે નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવામાં આવે તો નવાઈ નહિ.
આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિચારણા કરી છે. ગિફ્ટ સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિ મેળવવા બદલ આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માસ્કથી લોકો કંટાળ્યા છે અને એવું ઇચ્છી રહ્યા છે કે આ જાય તો સારું, આ બાબતે વાટાઘાટો કરી છે. હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે.
હાલ માસ્ક નહીં પહેરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવાના નિયમો અમલી છે જ્યારે માસ્કના દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે, એ પછી નિર્ણય લેવામાં આવશે.
આજે એટલે કે 10 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર,
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 67,084 નવા કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે એટલે કે 09 ફેબ્રુઆરી 2022ના રોજ 71,365 કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં 387 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 167,882 લોકો આ રોગથી સાજા થયા છે