ગુજરાતી એકટર સાથે મુંબઈ પોલીસે કઈક વિચિત્ર જ વર્તન કર્યું, પ્રતીક ગાંધીને કલાકો સુધી ગોડાઉનમાં બંધ રાખ્યો…

પ્રતીક ગાંધીનું નામ તો સૌ સાંભળ્યું જ હશે જેઓ હાલ બોલીવુડમાં પણ પોતાનું નામ રોશન કરી રહ્યા છે. હવે આપણા આ લાડીલા એકટર સાથે મુંબઈ પોલીસે કઈક વિચિત્ર જ વર્તન કર્યું છે.

 

મુંબઈ પોલીસે એકટર પ્રતીક ગાંધીને કલાકો સુધી ગોડાઉનમાં બંધ રાખ્યો હતો, કારણ કે હાઇવે પર VIP મૂવમેન્ટ ચાલી રહી હતી. આ વાતની જાણ ખુદ પ્રતીકે સોશિયલ મીડિયા પર શેર કરીને કરી છે. તેમણે કહ્યું હતું કે મુંબઈ પોલીસે તેને ખભાથી ખેંચ્યો હતો. એ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે કમેન્ટ્સ કરી રહ્યા છે કે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવેલા હોવાથી એકટર સાથે આવું વર્તન થયું હતું

 

સમગ્ર ઘટના અંગે ગુજરાતી એકટર પ્રતીક ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વીઆઇપી મૂવમૅન્ટને કારણે ભારે ટ્રાફિકજામ હતો. જેથી કરીને મેં ચાલીને જ શૂટિંગ લોકેશન પર જવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોલીસે મને અચાનક ખભાથી ખેંચીને એક માર્બલના ગોડાઉનમાં ફેંકી દીધો હતો. એક્ટરે આગળ જણાવ્યું કે તેમણે આવું શા માટે કર્યું એ અંગે મને કંઈ જાણ કરવામાં આવી નથી અને આ રીતે મારું અપમાન કરવામાં આવ્યું હતું.’

પ્રતીક ગાંધીની આ પોસ્ટ પર એક યુઝરે એકટરની જ વેબ સિરીઝ ‘સ્કેમ’નો એક ડાયલોગ લખ્યો હતો, ‘હર બાર રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ ના થાય મોટા ભાઈ. આ કમેન્ટના જવાબમાં એકટર પ્રતીકે કહ્યું હતું, ‘ભાઈ કોઈ રિસ્ક નહોતું, હું તો કામ પર જતો હતો.’ અન્ય એક યુઝરે આ અંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી આવવાના હોવાથી આમ થયું હતું, જેના જવાબમાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું, ‘ઉપ્સ, મને ખબર જ નહોતી.’

 

જો પ્રતીક ગાંધીના કામની વાત કરીએ તો તે છેલ્લે ‘ભવાઈ’માં જોવા મળ્યો હતો. હવે તેઓ ટૂંક સમયમાં જ ‘અતિથી ભૂતો ભવ’, ‘દેઢ બીઘા જમીન’, ‘વો લડકી હૈ કહાં’ તથા ‘ફુલે’માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે પ્રતીક ગાંધીની આવનારી ફિલ્મ ‘ફુલે’ જ્યોતિરાવ ફુલે તથા સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી સાથે પત્રલેખા પણ દેખાવાની છે.

Leave a Comment