ગુજરાતમાં વર્ષાંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પુર્વે કોંગ્રેસે રાજકીય રણશિંગુ ફુંકવા 25 ફેબ્રુઆરીથી દ્વારકામાં ત્રણ દિવસની ચિંતન શિબિર યોજવાનો પ્રોગ્રામ છે. જેમાં રાહુલ ગાંધીથી માંડીને ટોચના નેતાઓ હાજરી આપશે.
આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંઘીને પત્ર લખી ઘટસ્ફોટ કર્યો છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે હું ભરતસિંહ સોલંકીના ડરના કારણે ભારત છોડીને અમેરિકા સ્થાયી છું.અમેરિકામાં મારી પાસે રહેવા માટે ઘર પણ નથી અને આવકનું સાધન પણ નથી. મારી પાસે ગુજરાન ચલાવવા માટે કશું જ નથી.
ભરતસિંહ સોલંકીની પત્ની રેશમાએ મિલકત ખરીદી કે ટ્રાન્સફર નહીં કરવા નોટિસ ફટકાવામાં આવી હતી.ભરતસિંહે તેમના બેંક ઑફ અમેરિકાના એકાઉન્ટમાંથી ઘણા બધા પૈસા મનીષા નામની કોઈ મહિલાના ખાતમાં ટ્રાન્સફર કર્યા છે.
અમેરિકા સ્થિત બેન્કમાં જોઈન્ટ એકાઉન્ટમાંથી ત્રણ લાખ ડૉલર ઉપાડી લીધાનો આરોપ છે. નોટિસમાં લખ્યું હતું કે પ્રથમ નોટિસ બાદ તેમને બોરસદ ખાતેના ઘરમાંથી બહાર કાઢી મુકાયાં હતા.
ભરતસિંહ સોલંકીએ પત્ની વિરુદ્ધની એક નોટિસ જાહેર કરી હતી. જેમાં તેમણે પત્ની પોતાના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાનો ખુલાસો કર્યો છે.
એ સમયે ભરતસિંહ સોલંકીએ કહ્યુ હતું કે, મે છૂટાછેડા લેવા પણ કહ્યુ હતું, પરંતુ તેમની પત્ની છૂટાછેડા આપવા માગતી ન હતી. મે તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે,
પરંતુ તેમના પર કોઇ વાત માનવા તૈયાર નથી. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, તેથી મેં નોટિસ મોકલી છે.
આ ઉપરાંત લેટરમાં ઘટસ્ફોટ કર્યો હતો કે ભરતસિંહ સોલંકી પોતાની પત્નીની હાજરીમાં 25 26 વર્ષની છોકરીઓને રૂમમાં લઇ જતા હોય છે. જ્યારે પત્નીએ અન્ય છોકરી સાથે સંબંધ હોવાની વાતનો વિરોધ કર્યો તો એમ કહેવામાં આવ્યું કે અમારા ઘરના લોકો આ પ્રકારના શોખ રાખે છે.
તથા તેમની પત્નીએ કહ્યું કે ભરતસિંહ સોલંકી જે સ્ત્રીઓ તેમની સાથે ટચમાં હોય તેમને ટિકિટ અપાવે છે. અને આ જ કારણથી કોંગ્રેસ પોતાના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પણ હારનો સામનો કરી રહી છે.