ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ગ્રીષ્મા વેકરિયાના કેસ પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની કરી માગ…

ગુજરાતમાં મહિલા કે પછી યુવતીઓ હુમલા, છેડતી કે પછી બળાત્કાર થવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કામરેજમાં આવેલા પાસોદરા ગામમાં એક યુવતીની હત્યાની એક તરફી પ્રેમમાં પાગલ દ્વારા પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાની ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પોલીસે પકડતા યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નશ પણ કાપી નાંખી આત્મ હત્યા નો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે શખ્સે એક યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો વાયરલ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરીને હેરાન કરી રહ્યો હતો.

થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ધાક ધમકી પણ આપવામાં આવી હતી. આજે યુવક યુવતીના ઘર બહાર ગયો હતો. યુવતીની હત્યા કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંઘવી નું રાજીનામું માગ્યું હતું . તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારમાં લુખ્ખાઓ, ગુંડાઓ , વ્યાજખોરો અને બે નંબરના ધંધા ચલાવતા લોકોને ત્રાસ વધી ગયો છે.

ભાજપ સરકાર પોતે પોતાના પૈસા ભેગા કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે ત્યારે સામાન્ય લોકો માટે જીવન પસાર કરવું એ અઘરો બની રહ્યું છે.

તમને કટાક્ષ કરતા કહ્યું હતું કે રાજ્યની પોલીસ ઉઘરાણા માં વ્યસ્ત છે તો સાંસદો અને મંત્રીઓ બીજી ટર્મમાં નહીં આવે તો બધું ભેગું કરવામાં વ્યસ્ત છે.

તેમણે મુખ્યમંત્રી ભાજપના રોબોટ છે તેમ કહ્યું હતું. ભાજપના ઓર્ડર પ્રમાણે તેઓ હાજી હાજી કરે છે તેથી ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

Leave a Comment