ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિજય સુવાળા અને મહેશ સવાણી સહિતના કાર્યકરોએ આપ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે.
આ બાબતે આજે સવારે ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બાબતે ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સી આર પાટીલ એ સામ-દામ-દંડ-ભેદની નીતિથી સભ્યોને તોડી રહ્યા છે.
આ બાબતે ગોપાલ ઇટાલીયા નું વધુ એક નિવેદન સામે આવ્યું છે ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી આ બે વ્યક્તિ આપમાં મોખરે છે.
ગોપાલ ઇટાલીયા કાલે તેમના વોર્ડમાં આપના કાર્યકરો માટે સભા યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભલે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પૈસા અને સત્તાના જોરે ગમે તેવી રમતો રમે પરંતુ આપણે તેમની સામે ટકી રહેવાનું છે અને તેમને લડત આપવાની છે. તેમણે કાર્યકરોને કહ્યું હતું કે હવે આપણે બમણા જોરથી મહેનત કરવાની છે.
તેણે ભાજપ પ્રમુખ આર પાટીલ ઉપર સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમની લડત નો સામનો કરવા માટે આપના કાર્યકરો તૈયાર છે. આપણે આ લડત વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ સમાજનું હિત વિચારી ને લડવાની છે.