રાજપીપળાની બરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં વેરિફિકેશન માટે આવેલી એક નકલી માર્કશીટે રાષ્ટ્રીય બોગસ સર્ટિફિકેટ કૌભાંડ ખુલ્લુ પાડી દીધું છે.
આ નકલી માર્કશીટે પોલીસને દિલ્હીની માર્કશીટ માસ્ટર માઇન્ડ યુવતી સુધી પહોંચાડી દીધી છે. પોલીસે જુદી જુદી યુનિવર્સિટીની 30 નકલી ડિગ્રી 510 નકલી માર્કશીપ સાથે આરોપી યુવતીને ઝડપી પાડી છે.
રાજપીપલા ખાતેની બીસ્સા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં ગત તારીખ 10/12/21ના રીજ બનાવટી ડીગ્રી સર્ટી વેરિફિકેશન માટે મોકલવામાં આવી હતી.
યુનિવર્સિટીની ફેક વેબસાઇટ આ તપાસમાં મળી આવી હતી. દરમિયાન યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. જે ફરીયાદ આધારે પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
જ્યારે લાગતા વળગતા પાસાઓની તપાસ કરવામાં આવી ત્યારે મૂળ છત્તીસગઢ અને હાલ દિલ્હી ખાતે રહેતી દેઉલા નંદ રૈવ દિલ્હી હોવાનું બહાર આવ્યું હતું. પોવલીસે દિલ્હીના તેના મકાનમાં રેડ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જેની પાસે ઘરમા ભારતની અલગ-અલગ 35 યુનિવર્સીટીના ડિગ્રી સર્ટિફિકેટ કુલ-30 તથા માર્કશીટો 510 તથા ડીસીપી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા માર્કશીટ ઉપર લગાડવાના હૉલમાર્ક મળી આવ્યા છે.