ગોંડલ માં રીબડા ચોકડી પર સુઈ રહેલી આધેડ મહિલા પર કાર ચાલકે કાર ચલાવી દેતા મોત

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત ગોંડલ-રાજકોટ હાઈવેથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ-રાજકોટ હાઈવે પરની રીબડા ચોકડી પર સુઈ રહેલી આધેડ મહિલા પર કાર ચાલક દ્વારા કાર ચલાવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. પોલીસ દ્વારા હાલમાં કારચાલકને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે રીબડા ચોકડી પર રાત્રીના સમયે કારચાલક દ્વારા સુઈ રહેલ મહિલાને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી.

19 ઓગસ્ટના રાત્રીના સમયે રીબડા ચોકડી પર આવેલી બાપા સિતારામ હોટલની બાજુમાં પાણીના પરબ નજીક સુઈ રહેલા અંદાજીત 50 વર્ષના અજાણ્યા વૃદ્ધા કારની અડફેટે આવી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી કારચાલક નાસી ગઈ હતી. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કારચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, અજાણ્યા મહિલા એકલવાયુ જીવન પસાર કરી રહ્યા હતા અને તે હોટલની બાજુમાં આવેલ પાણી પરબની બાજુમાં બે-ત્રણ દિવસથી રહેવા લાગ્યા હતા. એવામાં તે રાત્રીના સમયગાળામાં સુઈ રહ્યા હતા તે સમયે અચાનક કારચાલક દ્વારા તેમને કચડી નાખવામાં આવ્યા હતા.

જયારે કારચાલક હોટલ પર ઉભો રહેલો હતો. ત્યાર બાદ કાર લઈને હોટેલથી રવાના થયો ત્યારે અક્સ્માત થયો હતો. હાલમાં કારચાલક ફરાર રહેલ છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં ની કારચાલક તપાસ શરુ કરી છે.

Leave a Comment