GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદીની હાજરીમાં સંમેલન યોજાઈ, 1922 એસ.ટી બસ અને 96,000 લોકો એકઠાં થયા…આ તસ્વીરો જોવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આમાં ભાગ લેવા માટે સમગ્ર રાજ્યના સરપંચ આવ્યા હતા. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા અલગ-અલગ જિલ્લાથી હજારો લોકોની ભીડ ભેગી કરાઈ હતી. આ માટે કુલ 1922 બસ આજના કાર્યક્રમમાં દોડવાય હતી.

 

GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદીની હાજરીમાં સંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી જનતાએ ભાગ લીધો હતો. ત્યારે મોટા ભાગના લોકો એસટી બસમાં લાવવામાં આવ્યા હતાં. એસટી બસ માટે કુલ ત્રણ પાર્કિંગ ફાળવવામાં આવ્યા હતા.

 

જેમાં GMDC ગ્રાઉન્ડની સામે આવેલી ગુજરાત યુનિવર્સિટીના 2 પાર્કિંગ અને ટીવી ટાવરના ગ્રાઉન્ડમાં એક પાર્કિંગ ઉભુ કરવામાં આવ્યું હતું. જે મુજબ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં 724 , અન્ય મેદાનમાં 70 વોલ્વો અને ટીવી ટાવરના ગ્રાઉન્ડમાં 1128 બસ પાર્ક કરવામાં આવી હતી.

ત્રણેય પાર્કિંગની સંખ્યાની ગણતરી મુજબ 1922 બસ આવી હતી. એક અંદાજ મુજબ 96,000 લોકો કાર્યક્રમમાં બસ મારફતે એકઠા થયા છે. અનેક જિલ્લાઓમાંથી ગઈકાલે રાતે 2 વાગ્યાથી લોકો અમદાવાદ લાવી રેહવામાં આવ્યા હતા.

 

જેમના જમવા માટે રસ્તામાંથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. 3 વાગે ચાલુ થયેલ સંમેલન 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારબાદ તમામ લોકો બસ મારફતે પોતાના પરત જવા નીકળ્યા હતા.

Leave a Comment