લાંચ લેવી એ હજી દેશમાં મોટી સમસ્યા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાની આ ઘટનાને જ જોઇલો. બુધવારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ને એક ચોંકાવનારો નજરો જોવા મળ્યો હતો. ટીમે પિંડવાડાના તહસિલદાર કલ્પેશ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા.
પરંતુ જ્યારે કલ્પેશને આની ભનક લાગી તો તેણે ઘરના ચૂલામાં 20 લાખ રૂપિયાની રકમ સળગાવવાનું શરૂ કરી દીધું હતું. આ આખી ઘટના એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કેમેરામાં કેદ કરી હતી. હવે આ કેસનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
राजस्थान: 1 लाख रुपये की घूस लेते पकड़े गए तहसीलदार। छापेमारी के डर से जला दिए 20 लाख रुपये के नोट। pic.twitter.com/hDPnwjeNdc
— Hindustan (@Live_Hindustan) March 25, 2021
વીડિયોમાં જોઇ શકાય છે કે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આરોપી કલ્પેશના દરવાજે ઉભી છે. દરવાજો લોક છે અને કલ્પેશ તેની ભ્રષ્ટાચારની નોટો ચૂલામાં સળગાવી રહ્યો છે. આ કામમાં તેની પત્ની પણ પૂરો સાથ આપે છે. અમે વીડિયોમાં એક વ્યક્તિને સાંભળી શકીએ છીએ જે કહે છે કે ‘મેડમ તમે પણ આ રીતે સમર્થન આપી રહ્યા છો, તે સારી વસ્તુ નથી.’
નોંધપાત્ર વાત એ છે કે એન્ટી કરપ્શન બ્યુરોએ પિંડવાડા ના મહેસૂલ નિરીક્ષક પરબતસિંહને એક લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે પિંડવાડાના તહેસલદાર કલ્પેશકુમાર જૈન માટે લાંચની આ રકમ લીધી હતી.
આ પછી જ બ્યુરોની ટીમ તેની ધરપકડ કરવા માટે તહેસીલદારના નિવાસ સ્થાને પહોંચી હતી પરંતુ તેણે ઘરનો દરવાજો લોક કરી દીધો હતો અને રસોડાના ચૂલામાં 15-20 લાખ રૂપિયા સળગાવી દીધા હતા. તે તમામ 500 રૂપિયાની નોટોના બંડલ હતા.
બ્યુરોના મહાનિર્દેશક જનરલ ભગવાન લાલ સોનીએ આ મામલા માં પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પિંડવાડામાં આમલાની છાલની કુદરતી ઉપજ માટેનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે આરોપી તહસિલદાર કલ્પેશ જૈને ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
તેને આ લાંચ મહેસૂલ નિરીક્ષક પરબતસિંહ દ્વારા મળી હતી. આરોપી પરબતસિંહ બ્યુરોની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ધરપકડ કર્યા બાદ તેણે જણાવ્યું હતું કે તે આ લાંચ તહિલ્લદાર કલ્પેશકુમાર જૈનના કહેવાથી લેતો હતો.
બ્યુરોની ટીમે આરોપીના ઘરે પ્રવેશ માટે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. તેમજ તેહસીદલદારના ઘરમાંથી પચાસ હજાર રૂપિયા કબજે કર્યા હતા. આ પછી આરોપી તહેસિલદાર કલ્પેશકુમાર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેના અન્ય નિવાસસ્થાન અને અન્ય સ્થળોએ શોધખોળ ચાલુ છે.