ફેમસ અભિનેત્રી ગાયત્રીનું 26 વર્ષની અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત, ચાહકોને લાગ્યો આઘાત…

સિનેમા ઉદ્યોગે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ઘણા સ્ટાર્સ ગુમાવ્યા છે. હવે સમાચાર છે કે પ્રખ્યાત તેલુગુ અભિનેત્રી ‘ગાયત્રી’ ઉર્ફ ‘ડોલી ડી’ક્રૂઝનું નિધન થઈ ગયું છે. તેમનું મૃત્યુ કાર અકસ્માતમાં થયું હતું. મળતી માહિતી મુજબ હોળી પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેમની કારને અકસ્માત નડ્યો હતો. તે એક મિત્ર સાથે મુસાફરી કરી રહી હતી. હૈદરાબાદના ગચીબાઉલીમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગાયત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના મિત્ર રાઠોડે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

 

ગાયત્રી, જેને ડોલી ડી’ક્રૂઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તેલુગુ વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ આંટે’ દ્વારા લોકપ્રિયતા મેળવી. તેણે તેની યુટ્યુબ ચેનલ જલસા રાયડુ દ્વારા પણ ઘણી લોકપ્રિયતા મેળવી. અભિનેત્રીનું 18 માર્ચે અવસાન થયું, તે માત્ર 26 વર્ષની હતી.

 

કારે પસાર થતી એક મહિલાને ટક્કર મારી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગાયત્રી 18 માર્ચે હોળીની ઉજવણી બાદ તેના મિત્ર રાઠોડ સાથે ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન એક મહિલા કાર સાથે અથડાઈ હતી અને તેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગાયત્રીને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે રાઠોડને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું પણ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

 

ગાયત્રીના નિધનના સમાચાર તેણીની સહ-અભિનેત્રી સુરેખા વાણીએ શેર કર્યા, જેમણે શોમાં તેની ઓન-સ્ક્રીન માતાની ભૂમિકા ભજવી હતી

 

ગાયત્રી સાથે જોડાયેલા આ દુખદ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેના ચાહકો પણ આઘાતમાં છે, તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે ગાયત્રીનું મૃત્યુ માત્ર 26 વર્ષની વયે થયું છે.

Leave a Comment