ચોમાસાની શરૂઆત સાથે જ આકરી ગરમીથી લોકોનું જીવન મુશ્કેલ બને છે. જો ઘરમાં યોગ્ય વેન્ટીલેટર ન હોય તો શરીર પરસેવાથી ભીનું થવા લાગે છે. આવી સ્થિતિ માં, શરીર ને હાઈડ્રેટેડ રાખવું પણ એક ચુનોતી બની જાય છે. તેથી ડાયેટ માં આવી વસ્તુઓ ઉમેરો કે જે ઉનાળામાં પણ તમારા શરીર ને ઠંડુ રાખી શકે.
કાકડી – કાકડી શરીર માટે ખુબ ફાયદાકારક છે. વિટામીન કે, પોટેશિયમ, મેગનેશીયમ અને ફાયબર ધરાવતી કાકડી શરીર માં પાણી નો અભાવ થવા દેતી નથી. સાથે જ લોકોની કબજિયાત ની સમસ્યા પણ થતી નથી. ઉનાળાની ઋતુ માં શરીર ને ઠંડુ રાખવા માટે કાકડી એક મહાન વસ્તુ છે.
કેરીનું શરબત – ગરમીમાં કેરી નું શરબત શરીર ને ઠંડુ રાખે છે. તે કેરીનો પલ્પ કાઢી ને બનાવવામાં આવે છે. કેરીનું શરબત ગરમીમાં તમારા શરીર ને માત્ર ઠંડુ નહિ રાખે, પરંતુ તે પાચન માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
છાશ – છાશ ની તાસીર ઠંડી હોય છે તે વરસાદની ઋતુ માં શરીર ને ઠંડુ રાખવા ક્ખુબ ઉપયોગી છે. છાશ માં લેક્ટિક એસીડ હોય છે તે ત્વચાની સાથે સાથે આપણી પાચન શક્તિને પણ સુધારવાનું કામ કરે છે.
ફુદીના – શરીર ને ઠંડુ રાખવા માટે ફુદીના બજાર માં ખુબ જ સસ્તા ભાવે મળે છે. ફુદીના ને તમે ચટણી, છાશ અથવા રાયતા માં મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો. ગરમીની ઋતુ માં ફુદીનો તમારા શરીર ને તાજગી આપે છે.
ડુંગળી – તમને જાણીને કદાચ જાણીને નવાઈ લાગશે કે ડુંગળીમાં એવા તત્વો હોય છે કે જે શરીર ને ઠંડુ રાખે છે. તમે કરી, રાયતા, શાકભાજી અથવા સલાડ માં ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ગરમીથી બચવા માટે ઘણા લોકો કાચો પણ ખાય છે. ડુંગળીમાં રહેલા કીરસેટીન નામનું તત્વ શરીર ને ખતરનાક એલર્જીથી પણ બચાવે છે.
નારીયેળ પાણી – નારિયેળ પાણીને ઈલેક્ટ્રોલાઈટનો ઉતમ સ્ત્રોત ગણવામાં આવે છે જેને પીવાથી શરીરના કોષોમાં પાણીની કોઈ કમી રહેતી નથી. નારિયેળ પાણી શરીર ને ઠંડુ રાખે છે. આ સાથે તે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા તાવ માં શરીરની પ્લેટલેટ ની ગણતરી પણ વધારે છે.
દહીં – દહીં માત્ર સ્વાદમાં ઉતમ નથી, પણ તેને ખાવાથી આપણું શરીર પણ ઠંડુ રહે છે. તમે તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. દહીં થી મસાલેદાર છાશ, રાયતા અને મીઠી લસ્સી બનાવી શકાય છે જે ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે. તમે તેને મોસમી ફળો સાથે ચટણીમાં પણ મિક્સ કરી શકો છો.
પાર્સલી – પાર્સલી માં ૯૫ ટકા માત્ર પાણી જ હોય છે. તેમાં રહેલા ફાયદાકારક તત્વો ઉનાળાની ઋતુમાં શરીર ને ઠંડુ રાખવાનું કામ કરે છે. પાર્સલી માં રહેલા સોડીયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસફરસ અને ઝિંક જેવા તત્વો પણ હોય છે, જે શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
લીલા પાંદડાવાળી શાકભાજી – વરસાદની ઋતુમાં ડોક્ટર પાંદડાવાળી શાકભાજીનું સેવન કરવાની મનાઈ કરી છે. પરંતુ આ શાકભાજીઓ ને સારી રીતે ધોઈને અને તેને ઉકાળીને વાપરવામાં આવે તો તે ખુબ મોટો ફાયદો આપે છે. લીલા પાંદડાવાળી શાકભાજીમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે શરીર ને ગરમી સહન કરવાની શક્તિ આપે છે.
આ ફળોનું સેવન કરો – ચોમાસાની ની ઋતુમાં શરીર ને ઠંડુ રાખવા માટે તમે મોસમી ફળોનું સેવન પણ કરી શકો છો. ભેજ અને ગરમીમાં શરીરને રાહત આપવા માટે, તમે અન્નાન્સ, સફરજન, મોસંબી, નાસપતી, લીંબુ જેવી વસ્તુ નું સેવન કરી શકો છો.