સંજય લીલા ભણસાલીએ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. ફિલ્મની સુપર હિટ બનાવવા આલિયા ભટ્ટ, અજય દેવગન સહિતના સ્ટાર ને ઊંચી ફી આપીને કરોડનો ખર્ચ કરાયો છે.
ગંગુબાઈ કાઠિયાવાડી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ મુંબઈની માફિયા કોઇને જીવન પર આધારિત છે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય રોલમાં છે.
તેથી જ આકર્ષક અને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મમાં આલિયા ભટ્ટ અજય દેવગણની સાથે સીમા પાહવા, હુમા કુરેશી, શાંતનુ મહેશ્વરી, વિજય રાજ પણ જોવા મળી રહ્યા છે. એમના અભિનયની ખૂબ ચર્ચા થઈ રહી છે.
સંજય લીલા ભણસાલી આ ફિલ્મને બનાવવા માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, ફિલ્મની સુપર હિટ બનાવવા માટે તેની સ્ટારકાસ્ટ દ્વારા કેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. બૉલીવુડ લાઈફ ના અહેવાલો પ્રમાણે દરેકે આ માટે લાખો ને કરોડો મા ચાર્જ વસુલ કર્યો છે.
આલિયા ભટ્ટ પહેલીવાર સંજય લીલા ભણસાલી સાથે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ દ્વારા કામ કરવા જઈ રહી છે. આલિયાએ પહેલા કહ્યું હતું કે, નવ વર્ષની ઉંમરથી સંજય શાહિદ સાથે કામ કરવાની ઇચ્છા રાખતી હતી.
પરંતુ એ પછી તેની ઈચ્છા પૂરી થઈ શકી નહીં ફિલ્મમાં આલિયા એક મજબૂત પાત્રમાં છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે તેણે આ પાત્ર માટે 20 કરોડ રૂપિયાની તગડી ફી વસૂલી છે.
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અજય દેવગન નું નામ મોખરે છે. આ ફિલ્મમાં તે કરીમ લાલાના રોલમાં જોવા મળી રહ્યો છે. કેમિયો રોલ માટે તેણે 11 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે.
વિજય રાજ ટ્રાન્સજેન્ડર ના રોલમાં આ ફિલ્મમાં જોવા મળે છે ફિલ્મના ટ્રેલરમાં તેની જોરદાર ઝલક જોઈને ઘણો ચર્ચામાં હતો. કેટલાક લોકોએ તેના પાત્ર પર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
પરંતુ વિજયના પાછળથી ઘણી આશાઓ છે. સંજય લીલા ભણસાલી આ પાત્ર માટે વિજયને 1.5 કરોડ રૂપિયા આપ્યા છે.
હુમા કુરેશી પણ આ ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં તેનું પાત્ર દિલરુબા નું છે. હુમાએ આ પાત્ર માટે બે કરોડ રૂપિયા ફી લીધી છે.
નાના પડદા પર ડાન્સિંગ કૌશલ્ય દેખાડનાર શાંતનુ મહેશ્વરી હવે મોટા પડદા પર એક્ટિંગ કરતી જોવા મળશે. આ ફિલ્મ માટે ની એક ઝલક જોયા બાદ તે ભૂતકાળમાં હેડલાઇન્સ માં રહી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેણે આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા ફી લીધી છે.
આ ફિલ્મમાં પીઢ અભિનેત્રી સીમા પાહવા એ મજબૂત પાત્ર નિભાવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મો માટે 20 લાખ રૂપિયા ફી વસૂલી છે.
ફિલ્મમાં તારીખ અહેમદ ખાન મહેમાનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ માટે તેમણે 15 લાખ રૂપિયાની ફી લીધી છે.