અનોખી જોબ, જેમાં માત્ર ૧૨ કલાક ચપ્પલ પહેરી રાખવાના મળે છે ૪ લાખ રૂપિયા, જાણી લો વિગત 

મિત્રો, હાલ ગયા વર્ષે કોરોનાની બીમારી અને લોકડાઉનની સમસ્યાને કારણે ઘણા લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે તથા ઘણા નોકરી કરતા લોકોના પગારમા કાપ પણ મુકવામાં આવ્યા છે અને તે સિવાય જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

આ તમામ સ્થિતિએ આપણા દેશમા બેકારી અને બેદરકારીનો દર વધારી દીધો છે. હાલ, આ સ્થિતિને અનુલક્ષીને ચપ્પલ બનાવતી એક કંપનીએ ખૂબ જ રસપ્રદ નોકરી માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ નોકરી અંતર્ગત તમારે દિવસમા ૧૨ કલાક સુધી ચપ્પલ પહેરીને રાખવી પડશે

અને તેના બદલે કંપની તમારા ખાતામા વર્ષના ચાર લાખ રૂપિયા ડીપોઝીટ કરશે. આ વાત સાંભળીને થોડો આશ્ચર્ય અવશ્ય થાય કે, વળી એવી તો કઈ કંપની છે કે, જે ફક્ત પગના પગરખા પહેરી રાખવા માટે વર્ષના ચાર લાખ રૂપિયા ચુકવવા તૈયાર છે? હાલ, આ અનોખી જોબ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

આ જોબ માટે પુરુષ કે સ્ત્રી કોઈપણ એપ્લાય કરી શકે છે. આ જોબ અંતર્ગત કંપની દ્વારા બનાવેલા ચંપલ પહેરીને અમારો અનુભવ તેમની સાથે શેર કરવાનો છે. એક રીતે, તમે આ ચપ્પલ પહેરીને કંપનીની સમીક્ષા કરશો. તમારા આ અમુલ્ય પ્રતિસાદના આધારે કંપની પોતાના ચંપલની નબળાઈઓને દૂર કરીને તેની ગુણવતાને વધુ સુધારશે.

આ નોકરી મેળવવા માટે તમારે કંપનીની વેબસાઇટ પર જવું પડશે અને ત્યા જઈને તમારે એક ફોર્મ ભરવુ પડશે. અહીં આ ફોર્મમા તમને અમુક પ્રશ્નો પૂછવામા આવ્યા હશે. જો તમારા જવાબ આ કંપનીને પ્રભાવિત કરે તેવા હશે તો આ કંપની નોકરી માટે તમારી તુરંત પસંદગી કરશે.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ કંપનીનું નામ બેડરૂમ એથલેટિક્સ છે. તેણે ગયા વર્ષે સ્લિપર ટેસ્ટરની નોકરી માટે અનેકવિધ જગ્યા બહાર પાડી છે અને લોકો દ્વારા આ જોબને લઈને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ નોકરી અંતર્ગત તમારે મહિનામા બે દિવસ માટે પગરખાનુ પરીક્ષણ કરવુ પડશે.

આ બે દિવસમા પણ તમારે નિરંતર ૧૨ કલાક ચપ્પલ પહેરીને રહેવુ પડશે. આ કંપનીની જોબ ડિટેલમા એ પણ લખ્યુ છે કે, આ ચંપલની સાથે-સાથે તમારે તેમના અન્ય રાતના વસ્ત્રોની કમ્ફર્ટ ટેસ્ટીંગ પણ કરવી પડશે. જો તમે આ કામ કરવા માંગતા હોવ તો જરાપણ મોડુ ના કરો ઝડપથી www.bedroomathletics.com વેબસાઈટ પર જાઓ

અને ત્યા જઈને ફોર્મ ભરો અને યાદ રાખો કે, તમારે કંપનીને પણ કહેવું જ જોઇએ કે તમને આ નોકરીમાં કેમ રસ છે તે તમારા જવાબોથી સંતુષ્ટ થયા પછી જ કંપની આ જોબ માટે તમારી પસંદગી કરશે.

એકંદરે આ કંપનીને એવા માણસની જરૂર છે કે, જે તેમના પ્રોડક્ટની જાંચ પડતાલ કરીને તેના વિશેના તેમના મંતવ્ય કંપનીને આપે અને તે મંતવ્યના આધાર પર કંપની પોતાના પ્રોડક્ટમા સુધારા-વધારા કરીને ત્યારબાદ તેને બજારમા બહાર પાડે, માટે જો તમારી અંદર પણ જો ચંપલની ખામીઓ અને આવડત શોધવાની તાકાત છે તો તમે પણ આ કાર્ય કરીને સરળતાથી વર્ષના ચાર લાખ રૂપિયા કમાઈ શકો છો.