સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: 20 વર્ષીય આરોપી ફેનીલ ગોયાણીને જાહેરમાં ફાંસી આપીને લટકાવવાની પરિવારએ કરી માંગ, ગ્રીષ્મા ભાઈ નો અકસ્માત થયો એમ કહીને પિતાને વિદેશથી બોલાવવામાં આવ્યા.

ગ્રીષ્મા વેકરિયા – મૂળ ભાવનગરના વતની અને હાલ કાપોદ્રા નિવાસી ફેનીલ ગોયાણીને ગ્રીષ્મા ના પરિવાર દ્વારા સમજાવવામાં આવ્યો હોવા છતાં પણ શનિવારે ઘરે પહોંચી ગયો, અને ફરી સમજાવવા જતા મોટા પપ્પા અને ભાઈ ને ચપ્પુ ના ઘા માર્યા.

ગ્રીષ્મા દોડી તો એનું ગળું કાપી નાખ્યું. ઘટના સમયે બેભાન અવસ્થા માં પહોંચેલી માતા સારવાર હેઠળ છે. ભાઈ નો અકસ્માત થયો એમ કહીને પિતાને વિદેશથી બોલાવવામાં આવ્યા.

ગ્રીષ્માને હેરાન કેમ કરે છે કહેતાં ફેનિલ રોષે ભરાયો હતો – પાસોદરા વિસ્તારમાં ફેનીલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલ ભાઈ વેકરીયા નામની યુવતીને તેના માતા અને ભાઈ ની હાજરીમાં, તેમની નજર સમક્ષ જ જાહેરમાં રહેંસી નાખી હતી. ફેનીલ એક વર્ષથી ગ્રીષ્મા ને હેરાન કરતો હતો.

પરિવાર દ્વારા એને સમજાવવામાં આવ્યો હોવા છતાં શનિવારે તે ઘરે પહોંચી ગયો હતો. ગ્રીષ્મા પરિવારજનો જ્યારે ફરીથી તેને સમજાવવા ગયા ત્યારે એણે ગ્રીષ્મા મોટા પપ્પા અને ભાઈ ને ચપ્પુ ના ઘા કર્યા હતા.

જ્યારે હાથ માં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ અને માતા વિલાસબેન હજુ સુધી પોતાની દીકરીના મૃત્યુ અંગે અજાણ છે.

ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ જ્યારે આફ્રિકાથી મંગળવારે આવશે ત્યારબાદ ગ્રીષ્માની અંતિમ ક્રિયા કરાશે. તેમને ભાઈ નો અકસ્માત થયા હોવાનું કહેવામાં આવ્યું છે.

આરોપી વિરુદ્ધ થયેલી FIR ની રજુઆત અક્ષરસહ – મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરી રહી હતી કે, ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ ઠપકો આપ્યો હતો છતાં હેરાન કરે છે.

આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા ફેનિલને સમજાવવા માટે ગયેલા અને અમે કહ્યું હતું કે ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’

એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ રોષે ભરાઈને અમારી સાથે રકઝક કરવા લાગ્યો હતો. તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, માટે મેં છોડાવવા પ્રયત્ન કર્યો, મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથમાં ચપ્પુ વાગ્યું હતું.

પછી તેણે મારા માથાના ભાગમાં ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવ્યા, ત્યારે ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને એના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેન અને અમે ઘણી બૂમો પાડી હતી,

પણ તેણે મારી બહેનને છોડી નહીં, ઉપરાંત બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ગળું ચપ્પુ વડે કાપી નાખ્યું. ત્યારબાદ પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો. બાદમાં પોલીસ આવી જતા ફેનિલ પોતાના હાથ પર ચપ્પુ મારવા લાગ્યો હતો.

Leave a Comment