ગ્રીષ્માના ઘરે રિ-કન્સ્ટ્રક્શન માટે જ્યારે ફેનિલને લઈ જવામાં આવ્યો ત્યારે ફેનિલને આંખમાં આવ્યાં આંસુ, હત્યાની 25-30 મિનિટ પેહલા આવું કર્યું…

ગુજરાતને હચમચાવી નાખનાર લવ મર્ડરમાં ગ્રીષ્માના ઘરે રિ-કન્સ્ટ્રક્શન માટે જ્યારે ફેનિલને લઈ જવામાં આવ્યો હતો ત્યારે તે ગ્રીષ્માના પાસોદરા ખાતેના નિવાસસ્થાને ખુન્નસથી જોઈ રહ્યો હતો.

અકળાયેલા લોકો ફેનિલને સબક શીખવાડવાના મૂડમાં હતાં. પરંતુ પોલીસે અનિચ્છનીય ઘટના ન બને તે માટે આકરા શબ્દોમાં જણાવ્યું હતું.

ગ્રીષ્માના ઘરે ટાંકી રહેલો ફેનિલ અત્યાર સુધી નફ્ફટાઈથી વર્તી રહ્યો પરંતુ જ્યારે પાસોદરા ખાતે મીડિયાના ટોળાને ફેનિલે જોયું તેમાં તેની વિરુદ્ધ હત્યારો અને નરાધમ જેવા શબ્દો વપરાય રહ્યા હતા.

તે જોઈને ફેનિલ ગભરાઈ ગયો હતો. હીરોગીરી કરવાના ચક્કરમાં પાટીદાર સમાજ અને શહેરમાં મહાવિલન બનેલા ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે ખબર પડી ગઈ હતી કે તેનાથી જે કંઈ થયું તે ખોટું થયું છે.

પ્રથમ વખત ફેનિલની આંખમાં આસું જોવા મળ્યા હતાં. તેને રડતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અત્યાર સુધી ગ્રીષ્માને મારીને જાણે કોઈ મોટી હીરોગીરી કરી હોય તે રીતે વર્તી રહેલા ફેનિલને હવે ખબર પડી ગઈ હતી કે તેણે પોતાના જ પગમાં કુહાડો માર્યો છે.

ફેનિલન પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતાં. ફેનિલે ગ્રીષ્માના મોટાબાપા પર ચપ્પાથી જાનલેવા હુમલો પણ કર્યો હતો. ગ્રીષ્માના મોટાબાપાની હાલત ગંભીર છે.

ફેનિલે ગ્રીષ્માંના કાકાના આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર છે. આ ઉપરાત ગ્રીષ્માના ભાઈ ધ્રુવ પર હુમલો કર્યો હતો.ત્યાર બાદ આ સમગ્ર ઘટના 25 30 મિનિટ ચાલી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

ઘટનાસ્થળે ફેનીલને લેવાતો જોઈ આખો વેકરીયા પરિવાર રોષે ભરાયો જોવા મળ્યો હતો, તેમજ આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેને કારણે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને.

Leave a Comment