સુરતના પાસોદરા ખાતે 12 મીએ જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા ની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ગ્રીષ્માના હત્યારાએ પોલીસ ને ચોકાવનારું નિવેદન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેનિલની ગ્રીષ્મા સાથે ઓળખાણ ગ્રીષ્માના મિત્ર પવન કળથીયાએ કરાવી હતી.
પહેલા પવન ફેનિલની બાઇક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો. ત્યાર પછી ગ્રીષ્મા અને ફેનિલ બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. એ પછી ગ્રીષ્મા ના મેસેજ આવવા લાગ્યા અને અવારનવાર બંને વચ્ચે મુલાકાત પણ થતી હતી.
22 ડિસેમ્બરના રોજ નો ગ્રીષ્માનો જન્મદિવસ હતો. ત્યારે આર વી પટેલ કોલેજ ખાતે બંને મળ્યા પણ હતા અને ફરવા ગયા હતા. એકાદ વર્ષ પહેલા ગ્રીષ્માના ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ હતી.
જોકે તેને નવો ફોન લીધો હતો પરંતુ, જુનો ફોન રિપેર થતા એના મામાના હાથમાં આવી ગયો હતો. ફેનીલ એ નિવેદનમાં જણાવ્યું છે કે, આ વાતની જાણ ગ્રીષ્મા એ એને કરી હતી.
સાથે ગ્રીષ્મા એ જણાવ્યું હતું કે, હવે તું મારી સાથે વાત કરતો નહીં. હું તને સામેથી મેસેજ કરીશ. જોકે પછી ગ્રીષ્મા ના મામા અને કાકાએ ફેનિલને અમરોલી JZ કોલેજ પાસે બોલાવ્યો હતો. જ્યારે ફેનિલ ત્યાં પહોંચ્યો, ત્યારે ગ્રીષ્મા અને એના મામા અને કાકા ત્યાં હાજર હતા.
ગ્રીષ્મ ના મામા અને કાકાએ એને કહ્યું હતું કે આ તારું લફરું છે, એ મૂકી દેજે નહીંતર તારો વારો પડી જશે. ત્યારે ફેનીલે પોતાના ગ્રીષ્મા સાથેના પ્રેમ સંબંધને સ્વીકાર્યો હતો, અને કહ્યું હતું અમારા લગ્ન કરાવી આપો.
ત્યારે ગ્રીષ્માના મામાએ એને કહ્યું હતું, આ બધું બંધ કર, તારા ઘરે ચાલ તારા મમ્મી – પપ્પા ને મળવું છે.
હોસ્પિટલ પછી પોલીસે ફેનિલ ની કસ્ટડી લીધી – એ સમયે સમાજમાં બદનામી થશે, એવા ડરથી ફેનલે મળવાની ના પાડી હતી. જોકે એના પછી બંને વચ્ચે મેસેજ ની આપ-લે ચાલુ રહી હતી.
દિવાળીમાં ફેનીલ ના મોટા પપ્પા ના દીકરા પર ફોન આવ્યો હતો કે, ફેનીલ ગ્રીષ્માને હેરાન કરે છે, અને ગ્રીષ્માના મામા એને હીરાબાગ સર્કલ પાસે બોલાવી રહ્યા છે. ત્યારે તેના મોટા પપ્પા નો દીકરો અને ફેનિલ બંને હીરાબાગ પાસે પહોંચ્યા હતા. ત્યાં
પણ એના મામાએ ફેનિલ પાસેથી ફોટો અને મેસેજ ડીલીટ કરાવી દીધા હતા. ત્યારબાદ એક દિવસ રાત્રે ફેનીલના ઘરે ફોરવીલ લઈને પાંચ -સાત માણસો આવ્યા હતા.
તુ ફેનીલ છે, એમ કહીને તેમણે લાફો મારી દીધો હતો. હોસ્પિટલ બાદ પોલીસે ફેનિલની કસ્ટડી લીધી છે. ત્યારબાદ તે લોકોએ ફેનીલ ના મમ્મી – પપ્પાને પણ માર માર્યો હતો. આ ઘટના બાદ ફેનીલ ને મનમાં લાગી આવ્યુ હતું.
જોકે ગ્રીષ્મા એ પણ બોલવાનું બંધ કરી દેતા અંતે હત્યા કરી હોવાનું ફેનીલ એ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.