ગ્રિષ્મા વેકરિયા હત્યા કાંડના આરોપી ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 2500થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરી

ગ્રિષ્મા વેકરિયા હત્યા કાંડના આરોપી ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 2500થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરી હતિ. રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ યોજવામાં આવી હતી.

જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા એકઠા કરી રજૂ કરવામાં આવ્યા હતા.

ગ્રિષ્માની હત્યા દરમિયાન હાજર રહેલા સાક્ષીઓ મંદિર એ કહ્યું કે હાથમાં ચપ્પુ હોવાથી તે ગ્રીષ્માંને બચાવવા ગયા નહોતા અને મરવા માટે છોડી દીધી હતી.

સુરતમાં જાહેરમાં એક યુવતીની એની મમ્મી અને ભાઈ સામે જ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. એ વીડિયો વાયરલ થયો હતો.આ હત્યાનો આરોપી ફેમિલી ગોયાણી નામનો યુવક જે મૃતક યુવતીના એકતરફી પ્રેમમાં હતો.

આ પહેલી વાર બન્યું છે કે જ્યારે ધરપકડના છ દિવસની અંદર જ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હોય. આ કેસમાં પોલીસે બધા જ 170 જેટલા સાક્ષીઓના ઘરે જઈને નિવેદન લીધા હતા.

નોંધનીય છે કે હત્યામાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ તેમને બચાવવા કેમ ન ગયું તે એક મોટો સવાલ ઉભો થયો છે.

Leave a Comment