ગ્રીષ્માંનું મારી નાખવા ફેનિલએ એકે-47 રાઇફલ ખરીદવા ઇન્ટરનેટ પર કરી તપાસ, ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે…

ગ્રિષ્મા વેકરિયા હત્યા કાંડના આરોપી ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ યોજવામાં આવી હતી.

જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા એકઠા કરી રજૂ કરવામાં આવ્યા હતા.

ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ ઇન્ટરનેટ પર તપાસ કરી હતી.

ફેનિલે ગ્રીષ્માંના કાકાના આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર છે. આ ઉપરાત ગ્રીષ્માના ભાઈ ધ્રુવ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર ઘટના 25 30 મિનિટ ચાલી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

સુરતમાં જાહેરમાં એક યુવતીની એની મમ્મી અને ભાઈ સામે જ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. એ વીડિયો વાયરલ થયો હતો.આ હત્યાનો આરોપી ફેમિલી ગોયાણી નામનો યુવક જે મૃતક યુવતીના એકતરફી પ્રેમમાં હતો.

આ વાતને એક અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં પણ હજી પણ લોકો આ ઘટનાને ભૂલી શકતા નથી, આ મુદ્દા પર હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Leave a Comment