૨૦૦૦ની ફાટેલી નોટ ના બદલે બેંક આપશે આટલા રૂપિયા, જાણો ફાટેલી નોટ બદલવા માટેની સમ્પૂર્ણ પ્રક્રિયા…

મિત્રો, કેટલીક વાર ગ્રાહક ઉતાવળમા નોટ લેતી વખતે તેની પર બરાબર ધ્યાન નથી આપતો અને તેના કારણે નોટ ફાટેલી આવી જાય છે. આ ફાટેલી નોટ લેવા બદલ  તેને મોટો પસ્તાવો થાય છે પરંતુ, આજે આજે આ લેખમા અમે તમને આ ફાટેલી નોટને ક્યાં અને કેવી રીતે બદલી શકો છો? તે અંગે યોગ્ય માહિતી આપીશુ. આ ઉપરાંત બેંક આ ફાટેલી નોટ બદલ તમને કેટલા પૈસા સુપરત કરે છે, તે પણ જાણીએ.

આર.બી.આઈ. દ્વારા એકટ-૨૦૦૯મા અનેકવિધ મહત્વપૂર્ણ ફેરફાર કર્યા બાદ આ ફાટી ગયેલી નોટના બદલામા તમને મળે છે વળતર. આ નિયમો મુજબ ફાટી ગયેલી નોટ કેવી છે, તેની સ્થિતિના આધાર પર લોકો સમગ્ર દેશમા આર.બી.આઈ ની કચેરીઓ અને નિયુક્ત બેંક શાખાઓમા ખામીયુક્ત નોટને બદલાવી શકે છે. જો તમારી પાસે પણ ફાટી ગયેલી નોટ પડેલી છે તો તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી. તમે પણ આ રીતે તમારી ફાટેલી નોટને બદલાવી શકો છો.

આર.બી.આઈ. ની કોઈપણ શાખામા બદલાવી શકો છો તમારી ફાટેલી નોટ : જો તમે ઈચ્છો તો તમારી આ ફાટી ચુકેલી નોટને તમારી આસપાસની કોઇપણ બેંકમા જઇને બદલાવી શકો છે. આર.બી.આઈ. દ્વારા તમામ બેંકોને એવો સ્પષ્ટપણે આદેશ આપવામા આવ્યો છે કે, તે આ નોટને તુરંત જ બદલી આપે. આ સાથે જ પોતાની શાખાની આ સુવિધા વિશે તેમણે જાહેરમા એક બોર્ડ પણ લગાવવાનું રહેશે પરંતુ, આ સુવિધા તમામ બેંકમાં ઉપલબ્ધ નથી હોતી.

આ ફાટી ચુકેલી નોટના બદલામા તમને કેટલા રૂપિયા મળશે? આર.બી.આઈ. ના નિયમો મુજબ આ નોટ કેટલી ફાટેલી છે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો તમે આર.બી.આઈ.ની ઓફિશીયલ વેબસાઇટ પર માહિતી વાંચશો તો પ્રવર્તમાન જાણકારી મુજબ બે હજાર રૂપિયાની નોટ ૮૮ વર્ગ સેન્ટિમીટર સુધી સારી હશે તો તેમને પૂરા પૈસા મળવાપાત્ર છે અને જો ૪૪ વર્ગ સેન્ટિમીટર હશે તો તેના પર અડધા જ પૈસા મળશે.

બેંક કોઇપણ પ્રકારની  ફી વસુલી નહી શકે : ફાટી ચુકેલી નોટને બદલવા જતા બેંક તમારી પાસેથી કોઇપણ પ્રકારની ફી વસુલી શકતી નથી. આ સેવા બેંક દ્વારા મફતમા આપવામાં આવી રહી છે. જો કે, બેંક એવી નોટોને બદલવાની તુરંત ના કહી દેશે કે, જે ખૂબ જ ખરાબ  હોય અને સંપૂર્ણ રીતે સળગેલી હાલતમાં હોય. જો બેંકને શંકા પડે કે નોટને જાણી જોઇને ફાડવામાં આવેલી છે તો આ નોટો બેંક નહીં બદલી આપે.

કેટલું વળતળ  મળશે?

આ વળતરની રકમ બેન્ક દ્વારા નક્કી કરવામા આવશે. પચાસ રૂપિયા, સો રૂપિયા અને પાંચસો રૂપિયાની જૂની ફાટેલી નોટને એ જ રકમમા પરત લેવા માટે એ જરૂરી રહેશે કે, તમારી નોટ બે ભાગોમાં વહેંચાયેલી હોય કે જેમાંથી એક ભાગ પૂરી નોટના ૪૦ ટકા અથવા તેનાથી વધારે વિસ્તારને કવર કરતો હોય એટલે કે નોટોની એક સરખી ગોઠવણ કરી આપવાની રહેશે. જેમાં એક તરફ નોટોનો ડેમેજ ભાગ ગોઠવો અને બીજી તરફ સારો ભાગ.