પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી.
એમાં તેમણે ચીમકી આપી કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર સમાજ ફરી આંદોલન કરશે.
આ અગાઉ પણ જ્યારે ભૂપે્દ્રસિંહ પટેલ નવા સીએમ બન્યા ત્યારેતેણે કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના ગરીબ સવર્ણોને ફાયદો મળ્યો છે. જો આ આંદોલન ખોટું હોત તો ૬૦ ટકા ગરીબ સવર્ણોને ફાયદો થયો ન હોત.
તેણે કહ્યું હતું કે મેડિકલ કોલેજો અન્ય શૈક્ષણિક ખર્ચમાં નરેન્દ્રભાઇ મોદીએ પણ રાહત આપી છે. તેમજ લાખો પરિવારોને ફાયદો થાય તેવા નિર્ણયો સરકારે લીધા છે.
તો પછી જો બધી જ બાબતે આંદોલન સાચું હોય તો પછી આંદોલનકારીઓ ઉપર કરેલા કરાયેલા ગુનાઓ હજુ સુધી પરત ખેચાય નથી.
હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેની ઉપર 28 ગુના છે અને સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે રાજદ્રોહનો ગુનો દાખલ કરી શકાય નહીંએમ તેમજ લાલજીભાઈ પટેલ ઉપર પણ એટલા ગુના છ, બીજા અન્ય 30 જેટલા આગેવાનો પણ કેસ છે.
તેમાંથી ઘણા ને જેલ પણ થઇ છે. તેથી અમારી માગણી છે કે આ તમામ ગુના ઓ પરત ખેંચવામાં આવે.
તેણે એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે પદમાવતી ફિલ્મનો વિરોધ દરમિયાન કરણી સેના પર કેસ કરવામાં આવ્યા હતા. જે મોટાભાગના પરત ખેંચી લેવાયા હતા.
તેમણે કહ્યું હતું કે કેસ પાછા ખેંચવા માટે અગાઉની સરકારે કામગીરી શરૂ કરી હતી અને પૂર્ણ કરવા હવે તમારી સરકારે કવાયત હાથ ધરવાની જરૂર છે.
તેણે કહ્યું હતું કે તમે જે જૂથ સાથે જોડાયેલા છો એ જૂથના મુખ્ય આગેવાન આનંદીબહેન પટેલે 29 july 2016 ના રોજ કેસો પરત ખેંચવા માટે આદેશ કર્યો હતો. અને ત્યારબાદ ની બેઠકમાં 155 કેસ પરત ખેંચવાની વાત કરવામાં આવી હતી.
જેમાં 54 કેસ પરત ખેંચવાની સાથે બીજા 209 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી ત્રીજા તબક્કામાં 182 ગુના પરત ખેંચવાના હતા. 430 કેસમાંથી 400 કેસ એટલે કે 90 ટકા તો ત્યારે પરત ખેંચાઈ જવા જોઈતા હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આનંદીબહેન પટેલ તેમણે આપેલા વચન માટે મક્કમ હતા. અને સર્વ સમાજના અનામતના ન્યાય માટે અમારી જીત થઇ છે.
પરંતુ પોલીસ અને ભાજપના નેતાઓની કામગીરીથી સમગ્ર ગુજરાતમાં અસંતુષ્ટ છે. જો ભાજપને આ વખતે ફરી સરકારમાં આવવું હોય તો તેણે આ કેસો પરત ખેંચવા પડશે.