અનાનસની મદદથી માત્ર સાત દિવસમાં જ ઓછું કરો ૭ થી ૮ કિલો જેટલું વજન, જાણી લો કેવી રીતે…

અનાનસ ના આ પ્રયોગથી એક અઠવાડિયામા ઘટાડો ૬ થી ૭ કીલો વજન. તમે મહત્ત્વ ના પ્રસંગે આકર્ષક દેખાવા માગો છો ? તમારા શરીર ને સ્લીમ-ટ્રીમ કરવા માગો છો? તો અનાનસનો આ ઉપાય તમારું એક દીવસમા એક કીલો વજન ઘટાડવામાં મદદ કરશે.

તેના માટે તમારે પાંચ દિવસ સુધી અનાનસ આ ડાયેટ પ્લાન ને અજમાવશો તો તમે તમારું વજન ઘટતા જાતે  જોઈ શકશો. તો ચાલો જાણીએ આ ચમત્કારિક અનાનસ ના ડાયેટ પ્લાન વિષે. અનાનસ કેવી રીતે વજન ઘટાડવામા છે મદદરૂપ :

આ ફળ તમારી પાચનશક્તિ ને સુધારે છે તેમજ તેમાં રહેલા તત્ત્વો તમારા આંતરડા ને સાફ કરવામા મદદ કરે છે. આ રીતે તે તમારા શરીર ના વજન ઘટાડવામા મદદરૂપ થાય છે. તેમાં રહેલુ બ્રેમેલાઇન તત્ત્વ પોષકતત્ત્વો ને શરીરમા શોષવામા મદદ કરે છે જેના લીધે તમારી બોવેલ મુવમેન્ટ મંદ પડે છે અને આ રીતે તમને ભુખ ઓછી લાગે છે.

અનાનસમાં મળી આવતું બ્રેમેલાઇન તત્ત્વ શરીર ના ઇન્ફ્લેમેશન ને ઘટાડે છે. જેથી આ જ ઇન્ફ્લેમેશન શરીર ને વધારતા હોર્મોન ને દબાવીને અસરકારક બનાવે છે. જેથી વજન ઘટે છે. તેના સેવનથી તમે પ્રવૃત્તિશીલ તેમજ ઉર્જાશીલ રહો છો. તેમાં બી ૧ વિટામીન પુષ્કળ પ્રમાણમા હોય છે. એક કપ અનાનસમા ૭૦-૮૦ કેલેરી હોય છે.

આ સિવાય તેના સેવન થી તમને ઘણા લાંબા સમય સુધી ભુખ પણ લગતી નથી. અનાનસ નો પાંચ દિવસ નો ડાયેટ પ્લાન: પહેલો દિવસ : સવાર માં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે એક કપ નવશેકા પાણીમા મધ તેમજ એપલ સિડર વિનેગર ભેળવીને પીવું. ત્યારબાદ ૦૮:૩૦ થી ૦૯:૦૦ વચ્ચે એક કપ અનાનસ સાથે ઓટમીલ,

બપોરે જમતા સમયે ૧૨:૩૦ થી ૦૧:૦૦ ની વચ્ચે સોયા પનીર ની સાથે એક કપ અનાનસ, સાંજે નાશ્તામા ૦૪:૦૦ થી ૦૪:૩૦ વચ્ચે એક ગ્લાસ અનાનસ નો જ્યુસ અને રાત્રે ભોજનમા ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે ટામેટા સાથે ફણસી અને અનાનસ નું સલાડ અને મશરૂમ ખાવા.

બીજો દિવસ : સવાર માં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે એક કપ મેથીના દાણાનું પાણી. ત્યારબાદ ૦૮:૩૦ થી ૦૯:૦૦ વચ્ચે બે પલાળેલી બદામ અને એક કપ અનાનસ અને સોયા પનીર, બપોરે જમતા સમયે ૧૨:૩૦ થી ૦૧:૦૦ ની વચ્ચે અનાનસ અને મશરૂમનું સલાડ, સાંજે નાશ્તામા ૦૪:૦૦ થી ૦૪:૩૦ વચ્ચે એક ગ્લાસ અનાનસ નો જ્યુસ, તરબૂચનું જ્યુસ અને રાત્રે ભોજનમા ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે ઓછા તેલ મા તળેલું ભોજન અને એક કપ અનાનસ.

ત્રીજો દિવસ : સવાર માં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે એક કપ લીંબુના રસવાળી ગ્રીન ટી. ત્યારબાદ ૦૮:૩૦ થી ૦૯:૦૦ વચ્ચે એક કપ અનાનસ નું જ્યુસ, તોફુ સલાડ અને મલાઈ વગર નુ દૂધ, બપોરે જમતા સમયે ૧૨:૩૦ થી ૦૧:૦૦ ની વચ્ચે સ્પ્રાઉટેડ સલાડ અને એક કપ અનાનસ, સાંજે નાશ્તામા ૦૪:૦૦ થી ૦૪:૩૦ વચ્ચે એક કપ અનાનસ નો જ્યુસ મરી પાવડર અને લીંબુ સાથે અને રાત્રે ભોજનમા ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે સાંતળેલા શાકભાજી સાથે મશરૂમ અને એક કપ અનાનસ જ્યુસ.

ચૌથો દિવસ : સવાર માં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે એક કપ નવશેકા પાણીમા મધ તેમજ લીંબુ ભેળવીને પીવું. ત્યારબાદ ૦૮:૩૦ થી ૦૯:૦૦ વચ્ચે એક કપ અનાનસ સાથે ઓટસ, બપોરે જમતા સમયે ૧૨:૩૦ થી ૦૧:૦૦ ની વચ્ચે અનાનસ, સ્ટ્રોબેરી, કીવી અને એક મોટો ચમચો ક્રીમ અને ચપટી તજનો પાઉડર નાખેલું સલાડ, સાંજે નાશ્તામા ૦૪:૦૦ થી ૦૪:૩૦ વચ્ચે એક ગ્લાસ છાસ,  નો જ્યુસ અને રાત્રે ભોજનમા ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે તોફુ નુ સલાડ અને એક કપ અનાનસ.

પાંચમો દિવસ : સવાર માં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે એક કપ તજ તેમજ આદુ ની ચા પીવી. ત્યારબાદ ૦૮:૩૦ થી ૦૯:૦૦ વચ્ચે બાફેલા ઇન્ડા કે પનીર અને એક કપ અનાનસ જ્યુસ સાથે એક મધ્યમ કદની પેન કેક કે જે ઘઉં ના લોટ માથી બનાવવામાં આવી હોય અને બે બદામ,

બપોરે જમતા સમયે ૧૨:૩૦ થી ૦૧:૦૦ ની વચ્ચે પાલક અથવા તો ફણસી ઓછા તેલમા સાંતળેલી અને તોફુ સલાડ સાથે એક કપ અનાનસ, સાંજે નાશ્તામા ૦૪:૦૦ થી ૦૪:૩૦ વચ્ચે એક કપ ચરબી રહિત દહીં, અને રાત્રે ભોજનમા ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે ટામેટા, પાલક અને એવોકાડો નું સલાડ સાથે એક કપ અનાનસ નુ જ્યુસ.

આ ડાઈટ પ્લાન ફોલો કરવાથી તમને ટૂંક સમય માં જ તમારો વજન ઘટતો જોવા મળશે. તો એકવાર જરૂર થી અજમાવી જુઓ આ રીત અને ચિંતા મુક્ત થઇ જાવ તમારા વધેલા વજન થી, તો આજે જ અજમાવી જુઓ આ અનાનસ ના પ્રયોગ ને અને ઘટાડો તમારો વજન.