મિત્રો, આજે અમે તમને જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક પ્રખ્યાત ગુજરાતી કવિ, ગીતકાર અને લેખક હોવાની સાથે પોતાની કાગવાણી માટે ખુબ જ પ્રખ્યાત છે. આ મહાપુરુષનો જન્મ સૌરાષ્ટ્રના કાગધમ ખાતે થયો હતો.
તે ચારણ હતા અને એવું કહેવાય છે કે, ચારણોની જીભ પર સાક્ષાત માતા સરસ્વતી બિરાજે છે. આજે અમે તમને જે મહાપુરુષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે ફક્ત પાંચ ધોરણ ભણેલા દુલા ભાય કાગ કે જેમણે આર્થિક નિર્વાહ માટે અધવચ્ચે જ અભ્યાસ છોડી પોતાના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા.
આસ્થા, શ્રદ્ધા તથા નીતિ જેવી બાબતોને છંદ સ્વરૂપે ,ભજન સ્વરૂપે અને દુહા સ્વરૂપે પોતાના ગ્રંથમા ગૂંથયો છે. આ ગ્રંથના આઠ ભાગ છે કે, જેમા ભજનો, રામાયણ, મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલનો પર આધારીત ગીતો સમાવિષ્ટ છે.
તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેને વિષયો બનાવીને તેના પર પણ પુસ્તકો લખ્યા છે અને વર્ષ ૧૯૬૨મા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા. ૨૫ નવેમ્બર, ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના સન્માનમા પાંચ રૂપિયાની ટપાલ ટીકીટ પણ બહાર પાડવામા આવી હતી.
એવા લોકોને ક્યારેય પોતાના મિત્ર ના બનાવો જેના પર કરજ હોવા છતા મોજશોખ કરતા હોય છે.આ ઉપરાંત ભૂખ લાગવી એ એક સામાન્ય માનવીય પ્રકૃતિ છે. એકવાર પેટ ભરીને જમી લીધા પછી પણ ખાવુ એ વિકૃતિ છે અને જે પોતે ભૂખ્યા રહે પરંતુ, બીજાને ખવડાવે એ સંસ્કૃતિ છે.
દુલા ભાયા કાગએ પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે એવા લોકોને કયારેય પોતાના મિત્ર ન બનાવો કે જેમના પર દેવું હોવા છતાં તે દેખવા કરવા મોજ શોખમાં ડૂબેલા રહે છે.
જે વ્યક્તિ પોતાના ખાસ લોકોની ખાનગી વાતો બીજા સમક્ષ કરતા હોય છે તેમને કયારેય પોતાના મિત્ર ન બનાવો. જો તમારે આખા વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો. કોઈની સામે કઠણથી કઠણ વાત પણ જો નમ્રતાથી કરવામાં આવે તો બાધા જ લોકો તમારી વાતને માન આપશે.
આ સિવાય વિદ્યાર્થીએ ભણવામાં, ખેડૂતે ખેતી કરવામાં, સ્ત્રીએ ઘી બનાવવા મુક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારેય આળસ ના કરવી જોઈએ. આ ઉપરાંત થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે, ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત પણ લાંબી લાગે અને ઉત્સાહ વગરના ને સફળતા પણ બહુ દુર લાગે.
આ સિવાય પરિશ્રમ બનેલ ધનવાન વ્યક્તિથી હમેંશા દૂર રહેવુ. તેમના મત મુજબ જો અંકુશ રાખવામા આવે તો હાથી પણ કાબુમા રહે છે અને નમ્રતાથી વાત કરવામા આવે તો સમગ્ર વિશ્વ પણ નિયંત્રણમા આવી જાય છે. જો બુદ્ધિમાન અને વિદ્વાનોને કાબુમા કરવા હોય તો તે માટે વિનયપૂર્વક વાત કરવી પડે છે.
સજ્જન વ્યક્તિ સુપડાની જેમ સારી વસ્તુને પોતાની પાસે રાખે અને ખરાબને ઝાટકી નાખે છે. જયારે દુર્જન ચારણી જેવો હોય છે, ના રાખવાની વસ્તુ પાસે રાખે કામની વસ્તુને ત્યજી દે છે. ફક્ત એક તણખો જેમ આખા જંગલનો નાશ કરવા કાફી છે તેમ દરેક સારા કર્મોનુ નાશ કરવા માટે ફક્ત એક પાપ જ ખુબ છે.
જો ઋતુ અને વૃક્ષ બંને બરાબર હોય તો જ સારા ફળ પાકે છે, એવી જ રીતે જો પરિશ્રમ અને નસીબ ભેગા થાય ત્યારે જ સારુ પરિણામ મળે છે. જેમ ભોગ પાછળ રોગ. એવી જ રીતે વિલાસ પાછળ વિનાશ છે અને તેવી જ રીતે દિવસ પછી રાત છે.