ગ્રીષ્મા જાહેરમાં હત્યા બાદ માતા-પિતા એ સરકાર ને ઠેરવ્યા જિમ્મેદાર, અને આગળ કેહતા કહ્યું કે ઠેરઠેર….

સુરતમાં જાહેરમાં એક યુવતીની એની મમ્મી અને ભાઈ સામે જ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. એ વીડિયો વાયરલ થયો હતો.આ હત્યાનો આરોપી ફેમિલી ગોયાણી નામનો યુવક જે મૃતક યુવતીના એકતરફી પ્રેમમાં હતો.

આ વાતને એક અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં પણ હજી પણ લોકો આ ઘટનાને ભૂલી શકતા નથી, આ મુદ્દા પર હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે.

આ બાબતે પરિવારની માગ કરી રહ્યો છે. સાથે જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો જાહેરમાં આવી ઘટનાઓ થતી હોય તો બહેન – દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે ?

ગયા શનિવારે જ્યારે આ ઘટના ઘટે ત્યારે ગ્રીષ્મા નામોટા પપ્પા સહિત તેના ભાઈ અને અન્ય લોકો પણ ત્યાં હાજર હતાં. આ ઘટનામાં એના ભાઈ અને મોટા પપ્પા પણ ઈજા પામ્યા હતા.

વેકરીયા પરિવાર ની મુલાકાત સમયે ગ્રીષ્માના ફોઈ રાધિકા બેનેે જણાવ્યું કે, ” અમારી દિકરીઓ સુરક્ષિત કઈ રીતે રહેશે? જો સરકાર સુરક્ષા નહીં આપે તો નિર્ભયતાથી કેવી રીતે ફરી શકશે? ”

રાધિકા બેન ને આગળ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બેનર લગાવવામાં આવે છે કે, ” બેટી બચાવો, બેટી પઢાઓ ” જો આવા બનાવો બનતા રહે તો બેનર ઉતારી લો અને સૂત્રોચ્ચાર પણ બંધ કરી દો.

આગળ અમે ઉમેર્યું હતું કે જો એમ ન થઈ શકે તો,
” બેટીને બચાવવી હોય તો ઘરમાં રાખો. ” એવું બેનર લગાવો. ન્યાયની અપેક્ષા રાધિકા બેને આગળ જણાવ્યું હતું કે અમારી દીકરીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. જેથી આવા નરાધમ ઓ ફરીથી હિંમત ન કરે.

તેમણે ક્રિષ્ના વિશે જણાવ્યું હતું કે તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેઓ ડ્રોઈંગ, કરાટે અને સંગીતના શોખીન હતા. તેઓ ભણી ગણીને પોતાનાં માતા-પિતાનું નામ રોશન કરવા માંગતા હતા.

ગુજરાતમાં 2011માં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ બેટી બચાવો ‘ અભિયાન હાથ ધર્યું હતું.

ગ્રીષ્માને પી.એસ.આઈ બનવું હતું – વિશ્વના પિતા નંદલાલ એમની દીકરી વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું ” ગ્રીષ્મા મને બહુ વહાલી હતી. હું આફ્રિકા હતો પરંતુ એ સવારે અને સાંજે મને યાદ કરતી હતી.

એની મમ્મીને ચાલવામાં તકલીફ થતી એના કારણે તે ઘરકામમાં પણ મદદ કરતી. એ કોઈ કામ કરવામાં ના પાડતી નહોતી. ”

જ્યારે ગ્રીષ્મા હત્યા થઈ ત્યારે ગ્રીષ્મા ના પિતા આફ્રિકામાં હતા અને જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે મહિનાઓ પછી પોતાની દીકરી નું મુખ જોયું હતું, પણ દીકરી નિષ્પ્રાણ અવસ્થામાં હતી.

તેમણે જણાવ્યું હતું કે એમની દીકરીની પીએસાઆઈ બનવાની ઇચ્છા હતી. એણે એના માટે તૈયારી પણ શરુ કરી હતી.

ગ્રીષ્મા ની ઈચ્છા હતી કે એના પિતા પરત ફરે અને પરિવાર સાથે રહે. પિતા સાથે નાખેલા ફોન કોલ માં પણ એ જ પ્રશ્ન કર્યો હતો કે, ” પપ્પા, તમારે હવે આફ્રિકામાં જ રહેવું છે કે,”

સમગ્ર કેસની વિગતો આપવા માટે સુરત રેન્જ ના આઈજીપી રાજકુમાર પાંડિયન દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઇ યુવતીની છેડતી થાય, કે કોઈ પીછો કરતું હોય અથવા અન્ય કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો શરમજનક ગણવાને બદલે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. તો પોલીસે અંગે કાર્યવાહી કરી શકે.

ગ્રીષ્માની ઉંમર લગ્નને યોગ્ય હોય એના માટે ની વાત પણ પરિવાર વચ્ચે થતી.

ગ્રીષ્મા પણ મુક્ત રીતે પોતાના વિચારો પરિવાર સમક્ષ રાખતા એના પિતાએ જણાવ્યું હતું કે એની ઇચ્છા હતી કે એના લગ્નની વાડીમાં થાય તો મેં એને કહ્યું કે એના માટે પૈસા ભેગા કરવા પડે ને ક્યારે કરીશ મને કહેલું કે ભલે લગ્ન સાદાઈથી કરીશું પણ આફ્રિકા નથી રહેવાનું વિશ્વના પિતાએ જણાવ્યું કે હું ત્રણ મહિનામાં પરત ફરીશ ક્યારે કરીશ મને કહેલું કે મારે બે વર્ષ એમની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરેલી.

ન્યાય જોઈએ – ગ્રીષ્મા ના પરિવાર સાથેની વાતચીત સમયે ગ્રીષ્મા ના માતા વિલાસબેન સતત રડતા હતા. એમણે કહ્યું હતું કે, ” એને સાસરે જવું હતું, છતાં રોજ અહીંયા આવવું હતું. મને કહેતી કે રોજ આવીશ તારું કામ કરવા. ”

ગ્રીષ્મા ના માતા લીલાબેને જણાવ્યું હતું કે, ” મને ફક્ત ન્યાય જોઈએ, એને કાપી નાખો, મારી છોકરીનો કોઈ વાંક નહોતો, બીજું હું કોઇને કંઇ કહેવા માંગતી નથી. ”

સુરતની મજુરા બેઠક પર પ્રતિનિધિત્વ કરતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

Leave a Comment