ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતો ના ખેતરમાં ઉગાડવામાં આવતા ફાઈબર અને ખનીજ થી ભરપુર ડ્રેગન ફળનો માલ લંડન અને બહરીન મોકલવામાં આવ્યો છે.
ભારત માં ઉત્પન્ન થતા વિદેશી ફળોની નિકાસ ને પ્રોત્સાહન આપવા માટેની દિશા માં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.આ માં પહેલી વાર ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોના ખેતરો માં ઉગાડવામાં આવતા ડ્રેગન ફળો ફાઈબર અને ખનીજો થી ભરપુર ફળ ને પહેલી જ શીપ માં લંડન અને બહરીન મોકલવામાં આવ્યા છે.અને તમને જણાવી દઇયે કે ડ્રેગન ફ્રુટ ને ભારતમાં કમલમ પણ કહેવામાં આવે છે.
વિદેશી ફળ ડ્રેગન ફ્રુટ ના માલ ને લંડન નિકાસ કરવામાં આવ્યો છે. જે કચ્છ પ્રદેશ ના ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યા હતા અને ગુજરાત ના ભરૂચ માં APEDA પેકહાઉસ દ્વારા નિકાસ કરવામાં આવ્યું હતું અને જયારે બહરીનમાં નિકાસ કરવામાં આવતા ડ્રેગન ફ્રુટ નો જથ્થો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરના ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યો હતો અને કોલકાતા માં APEDA રજીસ્ટર એન્ટરપ્રાઈઝ દ્વારા નિકાસ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર ના ડ્રેગન ફ્રુટ ની દુબઈ માં નિકાસ કરવામાં આવી હતી. આ પહેલા જુન ૨૦૨૧ માં મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના તાડાસર ગામના ખેડૂતો પાસેથી ડ્રેગન ફ્રુટ નો જથ્થો મળ્યો હતો.ભારતમાં ડ્રેગન ફ્રુટ નું ઉત્પાદન ૧૯૯૦ ના દાયકા માં ચાલુ કરવામાં આવ્યું હતું. તે પછી તેને ઘરના બગીચા માં ઉગાડવામાં આવ્યું હતું. ડ્રેગન ફ્રુટ નું નિકાસ મુલ્ય વધારે હોવાથી તાજેતર ના વર્ષો માં દેશમાં ઘણી લોકપ્રિયતા મળી છે.વિવિધ રાજ્યો ના ખેડૂતો પણ ડ્રેગન ફ્રુટ ની ખેતી કરી રહ્યા છે.
ડ્રેગન ફ્રુટની ખેતી માટે પાણી ની પણ ઓછી જરૂર પડે છે. ડ્રેગન ફ્રુટ નું ઉત્પાદન મુખ્યત્વે મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, અને અમેરિકા જેવા દેશો માં ઉગાડવામાં આવે છે અને તેની ત્રણ મુખ્ય જાત છે જેમાં ગુલાબી સફેદ, ગુલાબી લાલ અને પીળા સફેદ રંગના ડ્રેગન ફળનો સમાવેશ છે
મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યારે ડ્રેગન ફ્રુટ મોટેભાગે કર્ણાટક, કેરલ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડીશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને અંદમાન અને નિકોબાર માં ઉગાડવામાં આવે છે. પશ્ચિમ બંગાળ એ નવું રાજ્ય છે અને તે હવે ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવા લાગ્યું છે.