પેટ્રોલ-ડીઝલના ભાવ : ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થતો, જાણો કેટલા રૂપિયા સુધી પહોંચશે ભાવ…

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત બીજા દિવસે વધારો થયો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થયાના થોડા દિવસો બાદ પેટ્રોલ અને ડીઝલ પરની રાહત આગલા દિવસથી બંધ થઈ ગઈ છે. આજે ફરી એકવાર સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 97.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 91.53 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ખૂબ જ ઝડપથી વધી છે. રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ એક મહિના સુધી ચાલેલા યુદ્ધની અસર વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડી છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થઈ શકે છે. 10 માર્ચે પરિણામ આવ્યા બાદ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા હતા.

તો આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો . ચૂંટણી પૂરી થતાં જ સામાન્ય લોકો ઉપર ફરીથી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. એક બાજુ કોરોના મહામારી ને કારણે લોકોની કમર તૂટી ગઈ છે તો બીજી બાજુ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને તગડી કમાણી કરી રહી છે.

નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને જનતાને મોટી રાહત આપી હતી. સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટીમાં સીધો ઘટાડો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણય બાદ મધ્યપ્રદેશ, યુપી, બિહાર સહિત લગભગ તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ પછી કેટલાય મહિનાઓ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

Leave a Comment