દિવ્યા અગ્રવાલ એ કરણ જોહર થી ડરતી નથી, અને કહ્યું કે કોણ શું બગાડી લેશે?

જ્યારથી દિવ્યા અગ્રવાલ બીગ બોસ ઓટીટી માં આવી છે ત્યારથી તે હેડલાઈન્સમાં છવાયેલી છે. અત્યાર સુધીમાં બંને અઠવાડિયા ના અંતમાં દિવ્યા અગ્રવાલને આ શો ના હોસ્ટ કરણ જોહર ની નિંદા જ સાંભળવા મળી છે. બીજા અઠવાડિયા ના અંતમાં  બંને વચ્ચે દલીલ પણ થઇ હતી. ત્યારબાદ કરણે દિવ્યાને કહ્યું કે તે તેની સાથે બીગ બોસ ના ખેલે અને આ શો માં તેનું નામ ના લે.

આ શો માં હવે ફરી એક વાર દિવ્ય અગ્રવાલે કરણ જોહર નું નામ લીધું હતું. તેણે કરણ જોહરના પોતાના લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. અક્ષરા સિંહ સાથેની વાતચીત માં દિવ્યા એ કહ્યું કે તે પોતાની જાતને કોઈ માટે બદલશે નહિ.

દિવ્યાએ કરણ જોહરના આરોપો પપર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ટીકાને કારણે તે પોતાની જાતને બદલશે નહી. દિવ્યાએ કરણ જોહર ના વિચારો વિષે પણ વાત કરી અને કહ્યું કે તેને કોઈની સાથે કંઈપણ બોલવાનો અધિકાર નથી. અને ખાસ કરીને જયારે તેઓ તેમને ઓળખતા નથી.

દિવ્યાએ આરોપ લગાવ્યો હતો કે કરણ જોહરે કહેલી અમુક વાત ના લીધે તે બીગ બોસના ઘરમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. દિવ્યાએ કહ્યું કે તે કોઈ વાતની પરવાહ નહિ કરે કે તેની સામે કોણ ઉભું છે અને જે પણ તેના વિષે ખોટું બોલશે તો તે તેના વિષે બોલશે.

દિવ્યા કહે છે – કરણ જોહરે મારા વિશે એવી વાતો કરી છે કે જેના કારણે મારે અહિયાં રહેવું પડ્યું છે. તો પછી શા માટે હું ના બોલું, કોણ શું બગાડી લેશે? અને દિવ્યાએ એમ પણ કહ્યું કે તે આ વાત થી ડરતી નથી કે કરણ જોહર તેને ઘરની બહાર પણ કાઢી શકે છે. તે કહે છે કે હું એક આર્ટીસ્ટ છું. હું કામ ચાલુ રાખીશ. જો અહિયાં નઈ તો બીજે કશે.

કરણ જોહર પર ગુસ્સે થઈને દિવ્યાએ કહ્યું – તમે માનો છો કે તમે બોલીવુડ ના રાજા છો, તેથી તમારા મોંથી નીકળતો દરેક શબ્દ લોકો સાંભળે છે અને સમજે છે. તે તમે જો બોલશો તેના પર ભરોસો કરશે. તો તમે મારા વિશે આવું કેમ કહી શકો.

કરણ જોહરે પાછળ ના અઠવાડિયા માં દિવ્યાને ઠપકો આપતા કહ્યું હતું કે જો તે તેને સન્માન ન આપી શકે તો તેના વિષે વાત પણ ન કરો. હવે દિવ્યાએ ફરીથી શોમાં કરણ જોહરની વિરુદ્ધ વાત કરી છે. હવે જોવાનું છે કે કરણ કેવી રીતે રીએક્ટ કરશે.

કરણ જોહરે દિવ્ય અગ્રવાલને કહ્યું કે તેણે ભોજપુરી સિનેમાને નીચું બતાવ્યું હતું. તેનો જવાબ આપતા દિવ્યાને કહ્યું હતું કે તેણે એવું કઈ પણ વાંધાજનક કહ્યું નથી. ત્યારથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Leave a Comment