દિશા પરમાર લગ્ન પછી કરી રહી છે ટીવી શો ની તૈયારી, શું તેના સાસરીયા ના લોકો ખુશ થશે? જાણો અભિનેત્રી એ કહ્યું…

દિશા પરમાર આ દિવસો માં તેનો નવો શો ‘બડે અચ્છે લગતે હૈ ૨’ ને  લઇ ને ચર્ચામાં છે. દિશા એ આજતક સાથે વાત કરીને આ ખબર પર પ્રતિક્રિયા આપી છે. સાથે જ દિશા તેના ભવિષ્ય ના આયોજન પર અને લગ્ન ના અનુભવ વિશે વાત કરે છે.

દિશા પરમાર ને લઈને છેલ્લા કેટલાક દિવસો થી ચર્ચા ચાલી રહી છે કે તે ટૂંક સમય માં જ તેના પહેલા કલાકાર નકુલ મહેતા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે અને સમાચાર મળ્યા છે કે દિશા એ ‘બડે અચ્છે લગતે હૈ ૨’ માટે મંજુરી પણ આપી દીધી છે.

અમે તમને જણાવી દઈએ કે, દિશા એ પોતાના અભિનય કારકિર્દીની શરુઆત ‘પ્યાર કા દર્દ હૈ’ શો થી કરી હતી.જેમાં દિશા અને નકુલ ની જોડી ને દર્શકોનો ખુબ પ્યાર મળ્યો હતો. એવા માં જ 8 વર્ષ સીરીઅલ માં પાછી આ જોડી પુનરાગમન કરવા જઈ રહી છે

આજતક ચેનલ સાથે ખાસ વાતચીત દરમિયાન, જયારે અમે દિશા ને આ શો વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે અત્યરે હું તેના પર કઈ પણ કમેન્ટ નહિ કરી શકું . અત્યરે એના પર કઈ પણ કહેવું વહેલું છે અને અત્યારે તો ખાલી વાતચીત થઇ રહી છે, જો કઈ પણ થશે તો હું એની જાહેરાત ચોક્કસ કરીશ.

શું લગ્ન પછી કામ કરવાની રીત માં કોઈ ફેરફાર થશે. આ જવાબ માં દિશા કહે છે કે જુઓ થોડો ઘણો બદલાવ તો થશે કારણકે જાહેર છે કે તમારું ઘર બદલી ગયું છે અને એક બીજા જ પરિવાર માં શિફ્ટ થઇ ગયા છો. આ બદલાવ તો નોર્મલ છે. જયારે કોઈ મોટો  બદલાવ કે ફેરફાર નથી આવ્યો કે જેનાથી ઝટકો લાગે અને મને એવું નથી લાગતું કે રાહુલ અને તેનો પરિવાર મને બદલવાનું કહેશે.

જયારે હું કોઈ શો કરું પણ છુ તો મારાથી વધારે ખુશી રાહુલ અને તેના પરિવાર ને જ થશે. હું અને રાહુલ પણ એમ જ કહી ને હસી રહ્યા હતા કે લગ્ન પહેલા અમને લોકો ડરાવતા હતા કે લાઈફ બદલી જશે અને આ થઈ જશે તે થઇ જશે પરંતુ અમે કોઈ પણ બદલાવ મહેસુસ નથી કર્યો અને બસ એક જ બદલાવ આવ્યો કે હવે રાહુલ મને ઘરે ડ્રોપ નહિ કરે કારણકે હવે હું તેના ઘરે છુ.હું લોકોને જલ્દી લગ્ન કરવાની સુચના આપીશ.

હું ખુશનસીબ છુ કે મારો જીવનસાથી ક્રિએટીવ ફિલ્ડ માં છે.અને આ મારા માટે મદદરૂપ સાબિત થશે. ભવિષ્યમાં પણ આપણે આપણા કામમાં વ્યસ્ત હશું તેથી ફરિયાદ વધારે નહિ કરીએ કારણકે અમને બંને ને ખબર છે કે આ ફિલ્ડ માં કેટલી ડીમાંડ છે. ત્યાં કોઈ સમય ની મર્યાદા નથી. નિયમિત પ્રોફેશનલ લોકોને સમજાવવા મુશ્કેલ હોય છે. હા એક નુકસાન છે કે ઘણી વાર કામ હોય ત્યારે મુલાકાત પણ થઇ શક્તિ નથી. મેં ક્યારેય વધારે ટાઇમ ભર્યો નથી અને હું  હમેશા રજાઓ લઉં છુ. હવે લગ્ન પછી હું તેના પણ વધુ ફોકસ કરીશ અને મારા રૂટીન ને બદલાવવાની જરૂર નથી.

Leave a Comment