ફિલ્મ ગેહરૈયાંમાં અન્નયા અને દીપિકા બંને એ આપ્યા કિસિંગ અને ઈન્ટિમેટ સીન્સ, દીપિકાએ કહ્યું “મને લાગે છે કે રણવીર ખૂબ જ ગર્વ અનુભવે છે.

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ફિલ્મ ગેહરૈયાંમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં દીપિકા તેના કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે ઈન્ટીમેટ સીન આપતી જોવા મળે છે.

ફિલ્મમાં દીપિકાએ આપેલા કિસિંગ અને ઈન્ટિમેટ સીન્સને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં દીપિકાને પૂછવામાં આવ્યું કે આ સિન પર રણવીર સિંહનું શું રિએક્શન છે?

આના જવાબમાં દીપિકાએ કહ્યું, ‘આ ખૂબ જ મૂર્ખતાભરી વાત છે કે આપણે પણ આના પર પ્રતિક્રિયા આપવી જોઈએ. હું કોમેન્ટ્સ વાંચતી નથી અને જ્યાં સુધી મને ખબર છે કે રણવીર પણ વાંચતો નથી અને તેને બધુ બકવાસ લાગે છે.

રણવીરની પ્રતિક્રિયા વિશે વધુ વાત કરતાં, દીપિકાએ કહ્યું, “મને લાગે છે કે તે ખૂબ જ ગર્વ અનુભવે છે. અમે બનાવેલી ફિલ્મ પર તેને ગર્વ છે અને સાથે જ તેને મારા અભિનય પર ગર્વ છે.

તમને જણાવી દઈએ કે આ એવી પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેમાં ઈન્ટિમસી ડિરેક્ટરની મદદ લેવામાં આવી છે. યુક્રેનિયન ફિલ્મમેકર ડાર ગાઈ આ ફિલ્મના ઈન્ટિમસી ડિરેક્ટર છે.

તેનું કામ ઈન્ટિમસી સીન્સ દરમિયાન કો-સ્ટાર્સના સંબંધો અને આરામનું ધ્યાન રાખવાનું છે.

આ ફિલ્મ આધુનિક સમયના સંબંધો પર આધારિત છે. જેમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સિવાય અનન્યા પાંડે, ધૈર્ય કારવા, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ Amazon Prime પર રિલીઝ થશે.

ફિલ્મનું શૂટિંગ મોટાભાગે ગોવા અને મુંબઈમાં કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. ફિલ્મના દિગ્દર્શક શકુન બત્રા છે.

Leave a Comment